________________
૧૮
શ્રી ભગવત ઉપક્રમ ગતમ: હે ભગવન્! તે શ્રવણનું ફળ શું?
મહાવીર: હે ગૌતમ! તેનું ફળ જ્ઞાન છે. અર્થાત્ સાંભળવાથી જાણવાનું બની શકે છે.
ગીતમઃ હે ભગવન્! તે જાણવાનું ફળ શું?
મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ વિજ્ઞાન છે. અર્થાત્ સાધારણ જાણ્યા પછી વિવેચનપૂર્વક જાણી શકાય
ગૌતમ: હે ભગવન્! તે વિજ્ઞાનનું ફળ શું છે?
મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે. અર્થાત્ વિશેષ જાણ્યા પછી સર્વ પ્રકારની વૃત્તિઓ આપોઆપ શાંત પડે છે!
ગૌતમ હે ભગવન ! તે પ્રત્યાખ્યાનનું ફળ શું?
મહાવીર : હે ગૌતમ! તેનું ફળ સંયમ છે. અર્થાત્ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થવા પછી સર્વસ્વત્યાગરૂપ સંયમ પ્રાપ્ત થાય છે.
ગૌતમ હે ભગવદ્ ! તે સંયમનું ફળ શું છે?
મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ આસવરહિતપણું છે. અર્થાત્ વિશુદ્ધ સંયમ પ્રાપ્ત થયા પછી પુણ્ય કે પાપને સ્પર્શ પણ તે નથી. પણ આત્મા પિતાના મૂળ સ્વરૂપમાં જ રમણ કરે છે.
ગૌતમ હે ભગવન્ ! તે આશ્રવરહિતપણાનું ફળ શું છે? મહાવીરઃ હે ગૌતમ! તેનું ફળ તપ છે.
ગૌતમઃ હે ભગવન્! તે તપનું ફળ શું છે? - મહાવીર હે ગૌતમ! તેનું ફળ કમરૂપ મેલને સાફ કરવાનું છે.