________________
સેવના ૭ હાર ભગવતી -૨૫ ઉ૭
ઉદેશમાં કહ્યા પ્રમાણે પાવત પ્રતિસંસાધનતા સુધી જાણવું, એ ' પ્રમાણે શુશ્રુવિનય કહ્યો.
ગોતમઃ ભગવદ્ ! અનાશાતના વિનય કેટલા પ્રકારે છે?
મહાવીરઃ હે ગૌતમ! અનાશાતના વિનયન પિસ્તાલીસ ભે છે. તે આ પ્રમાણે–(૧) અરિહંતની અનાશાતના, (૨) અરિહંતાએ કહેલ ધર્મની અનાશાતના, (૩) આચાર્યોની અનાશાતના, (૪) ઉપાધ્યાયની અનાશાતના, (૫) સ્થવિરેની અનાશાતના (૬) કુળની અનામતના (૭) ગણુની અનાશાતના, (૮) સંઘની અનાશાતના, (૯) ક્રિયાની અનાશાતના, (૧૦) સમાન ધાર્મિકની અનાશાતના (૧૧) મતિજ્ઞાનની અનાશાતા અને યાવતુ-૧૫ કેવળજ્ઞાનની અનાશાતના, અને એ જ રીતે ૩૦ અરિહંતાદ પંદરની ભકિત અને બહુમાન તથા ૪૫ એએના ગુણેના કીર્તન વડે તેની કાતિ કરવી. -
એ રીતે અતાશાતનારૂપ વિનયના પિસ્તાલીસ પ્રકાર છે. એ રીતે અનાશાતનારૂપ વિનય કહ્યો અને એમ દર્શન વિનય પણ કહ્યો,
ગીતમઃ હે ભગવન ! ચારિત્રવિનય કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગતમ! ચારિત્રવિનય પાંચ પ્રકારને છે તે આ પ્રમાણે (૧) સામાયિશ્ચારિત્ર વિનય, અને યાવત્ પ યથાખ્યાતચારિત્ર"વિનય, એમ ચારિત્રવિનય કહ્યો.
ગૌતમ: હે ભગવન્! મનવિનય કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ ! મનવિનયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-પ્રશસ્તમનવિનય અને અપ્રશસ્તમનવિનય
ગૌતમ હે ભગવન ! પ્રશરત મનવિનય કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! પ્રશસ્ત મનવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પાપરહિત. (૨) ક્રોધાદિ અવદ્યરહિત, (૩) કાયિયાદ્રિ કિયામાં આસકિતરહિત, (૪) શેકાદિ ઉપકલેષરહિત, (૫) આસવરહિત, (૬) સ્વ પરને આયાસ કરવા રહિત, અને (૭) ને ભય ન ઉત્પન કરે એમ પ્રશસ્ત મનવિનય કર્યો