________________
શ્રી ભગવત ઉપાય ગૌતમ: હે ભગવન! શું બહુ એ પાપકર્મ ભોગવવાનું એકસાથે શરૂ કર્યું અને એકસાથે પૂરું કર્યું ? અથવા એકસાથે ભોગવવા શરૂ કર્યા અને ભિન્ન સમયમાં પૂરાં કર્યા? અથવા ભિન્ન કાળમાં ભેગવવાં શરૂ કર્યા અને એકસાથે (જુદાં જુદાં) પૂરાં કર્યા અથવા ભિન્ન કાળમાં ભેગવવાં શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા?
મહાવીર : હે ગૌતમ! કેટલાક વેએ પાપકર્મ ભોગવવાં એકસાથે શરૂ કર્યા અને એક સાથે પૂરાં કર્યા. કેટલાક વેએ પાપકર્મ ભેગવવાં એક સાથે શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા. કેટલાક જીવેએ પાપકર્મ ભેગવવાં ભિન્ન કાળમાં શરૂ કર્યા અને એકસાથે પૂરાં કર્યા. કેટલાક જીવેએ પાપકર્મ ભોગવવાં ભિન્ન કાળમાં શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા.
ગૌતમ: હે ભગવન્ ! એનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ! જીવ ચાર પ્રકારના છે. જેમ કે - (૧) એકસાથે આયુકર્મના ઉદયવાળા એકસાથે ઉત્પન્ન થયા. (૨) એકસાથે આયુષ્યના ઉદયવાળા અને ભિન્ન કાળમાં ઉત્પન્ન થયા. (૩) વિષમ કાળમાં આયુષ્યના ઉદયવાળા અને એકસાથે ઉત્પન્ન થયા. (૪) ભિન્ન કાળમાં આયુષ્યના ઉદયવાળા અને ભિન્ન કાળમાં ઉત્પન થયા. - (૧) જે જીવ સાથમાં આયુષ્યના ઉદયવાળા છે અને એકસાથે ઉત્પન્ન થયા છે, તેઓને આયુકર્મ એકસાથે ભેગવવું શરૂ કર્યું અને એકસાથે પૂરું કર્યું. એ જે એકસાથે પાપ ભેગવવાં શરૂ કરે છે અને એકસાથે ક્ષય કરે છે. (૨) જે જીવ એકસાથે આયુષ્યના ઉદયવાળા છે અને ભિન્ન કાળમાં ઉત્પન્ન થયા છે તેઓને આયુષ્ય કર્મ એક સાથે ભેગવવાં શરૂ કર્યા અને ભિન્ન કાળમાં પૂરાં કર્યા. < એ જીવ એક સાથે પાપ ભેગવવાં શરૂ કરે છે અને ક્ષય છે – જેમ મનુષ્ય ભવમાં બે જીવોએ એક સાથે નરક આયુષ્ય બાંધી, એક અંતમુહૂર્ત રહેતાં આયુ બાંધી અને એકે એનાથી અધિક સમય રહેતાં આયુ બાંધો. પ્રદેશની અપેક્ષાએ બને છેવોએ એક સાથે આયુ ભોગવવી શરૂ કરી, પરંતુ બન્ને નરકમાં ભિન્ન ભિન્ન કાળમાં ઉત્પન્ન થયા. જેણે અંતર્મુહૂર્ત રહેતાં આયુષ્ય બાંધી હતી તે પહેલાં ઉત્પન્ન થયા અને બીજે પછીથી. બને નરકાયુને ક્ષય પણ જુદા જુદા કાળમાં કરો. તત્વ કેવળી ગમ્ય.