________________
શ્રી ભગવત ઉપક્રમે
પરિશિષ્ટ ૧ આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રની સ્થિતિ જઘન્ય એક સમય મરણની અપેક્ષા હોય છે અને ઉત્કૃષ્ટ ૨૯ વર્ષ ઓછી કરેડપૂર્વની હોય છે. જેમ કે કરેડપૂર્વના આયુષ્યવાળા કેઈ મનુષ્ય નવ વર્ષની ઉમરમાં દીક્ષા ગ્રહણ કરે. તેમની દીક્ષા પર્યાય વીસ વર્ષની થાય ત્યારે તેમને દષ્ટિવાદ અંગ ભણવાની આજ્ઞા મળે છે. ત્યાર બાદ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરે છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રની જઘન્ય મર્યાદા ૧૮ મહિને નાની છે. એટલા માટે ૧૮ મહિના સુધી તેમનું પાલન કરી, પછી પરિહારવિશુદ્ધિ કલ્પને જ અંગીકાર કરે. આ પ્રમાણે નિરંતર યાવત્ જીવન પર્યત પરિહારવિશુદ્ધિ કલ્પનું જ પાલન કરે. આ પ્રમાણે પરિહાર વિશુદ્ધિ ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૯ વર્ષ કામ કરેડપૂર્વ વર્ષની હેય છે. - વ. ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થકરનું તીર્થ ૨૫૦ વર્ષ રહે છે. ત્યાં સુધી છેદો પસ્થાપનીય ચારિત્ર હોય છે. એટલા માટે છેદો પસ્થાપનીય ચારિત્રને જઘન્ય કાળ ૨૫૦ વર્ષ હોય છે. અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થકરનું તીર્થ ૫૦ લાખ કરેડ સાગરેપમ સુધી રહે છે. ત્યાં સુધી છેદો પસ્થાપનીય ચારિત્ર હોય છે. એટલા માટે ઉત્કૃષ્ટ ૫૦ લાખ કરેડ સાગરેપમ સુધી હેવાનું કહેલ છે.
વા, પરિહારવિશુદ્ધિ ચારિત્રને કાળ ૧૪ર વર્ષને હોય છે. જેમ કે ઉત્સર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકરની પાસે ૧૦૦ વર્ષની આયુષ્યવાળા મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરે અને તેના જીવનના અંતિમ સમયમાં તેની પાસે સે વર્ષના આયુષ્યવાળે મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચાસ્ત્રિ સ્વીકાર કરે. ત્યારબાદ ફરી કઈ તે ચારિત્રને ગ્રહણ ન કરી. શકે. એવી રીતે બસો થાય છે. પરંતુ પ્રત્યેકના ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ ગયા બાદ પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ હોય છે. એટલા માટે ૨૦૦ વર્ષમાંથી ૫૮ વર્ષ ઓછાં કરવાથી ૧૪૨ બાકી રહે એટલાં વર્ષ પરિહારવિશુદ્ધિ ચારિત્રને જઘન્ય કાળ છે. ચૂર્ણિકારની વ્યાખ્યા પણ આ પ્રમાણેની છે, પરંતુ તે અવસર્પિણી કાળના અંતિમ તીર્થકરની અપેક્ષાથી છે.