________________
કાર
- ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! કેશલ દેશના રાષભદેવ અહંતનો જેટલે જિનપર્યાય કહ્યા છે, તેટલાં (હજાર વર્ષ જૂન લાખ પૂર્વ) વર્ષ
સુધી.
ગૌતમ હે ભગવન ! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે?
મહાવીરઃ હે ગૌતમ! અહંત તો અવશ્ય તીર્થકર છે. પરંતુ ચાર પ્રકારને શ્રમણપ્રધાન સંઘ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તે તીર્થરૂપ છે. - ગૌતમ : હે ભગવન! પ્રવચન એ પ્રવચન છે કે પ્રવચની એ પ્રવચન છે?
મહાવીરઃ હે ગૌતમ! અહંત તે અવશ્ય પ્રવચની (પ્રવચનના ઉપદેશક) છે, અને કાઠશાંગ ગણિપટિક (આચારાંગાદિ ૧૨ અંગગ્રંથ) પ્રવચન છે.
ગૌતમહે ભગવન ! આ જે ઉગ્રકુલના, ભેગકુલના, રાજન્યકુલના, ઈફવાકુકુલના, જ્ઞાતકલના અને કૌરવ્યકુલના ક્ષત્રિયે આ ધર્મમાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરૂપ રમલને ધુએ છે, તેઓ ત્યાર પછી સિદ્ધ થાય છે, અને સર્વ દુઃખને અંત કરે છે?
મહાવીર: હા. ગૌતમ! પરંતુ કેટલાક કોઈ એક દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
વિઘાચારણ જંઘાચારણ લબ્ધિ * ગૌતમ હે ભગવન ! ચારણ કેટલા પ્રકારના છે?
* લબ્ધિ દ્વારા આકાશમાં અતિશય ગમન કરવાની શકિતવાળા મુનિને ચારણ કહે છે. ચારણના બે ભેદ છે. વિદ્યાચારણ અને જંધાચાર. વિદ્યા દ્વારા અર્થત પૂર્વેના જ્ઞાન દ્વારા જે મુનિને અતિશય ગમન કરવાની લબ્ધિ પ્રાપ્ત થાય તેને વિદ્યાચારણ કહે છે. જે મુનિને જંઘા દ્વારા અતિશય ગમન કરવાની શકિત લબ્ધિ પ્રાપ્ત થાય તેને અંધાચરણ કહે છે.