________________
મા ભગવતી પાઈ તેથી સ્નાતક સંખ્યાતગણુ. તેથી બકુશ સંખ્યાતગણ, તેથી ડિસેવણ સંખ્યાલગણા < અને તેથી કશાષકુશીલના જીવ સંખ્યાતગણ.
પરિશિષ્ટ નં. ૧ ( પ્રથમ અને છેલ્લા તીર્થકરના સાધુઓમાં “અચલકલ્પ” આદિ દસ કેલ્પ હોય છે. કારણ કે તેનું તેમણે પાલન કરવું આવશ્યક છે. એટલા માટે તે સ્થિતકલ્પમાં હોય છે. વચ્ચે બાવીસ તીર્થંકરના સાધુ કે વાર કલ્પમાં સ્થિત હોય છે. અને કોઈ વાર સ્થિત નથી હોતા. કારણ - કે કલ્પનું પાલન કરવું તેમને માટે આવશ્યક નથી. એટલા માટે તે - અસ્થિતકલ્પવાળા હોય છે.
- છથ તીર્થકર સકષાયી પણ હોય છે એટલા માટે કષાયકુશીલમાં કલ્પાતીતપણું હોય છે.
- નિર્ગથ અને સ્નાતકમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પના ધર્મ હતા નથી. એટલા માટે તે બને કલ્પાતીત જ હોય છે જ આ કેલ્પ દસ છે- (1) અચલકલ્પ (૨) ઔદેશિક કલ્પ, (૩) રાજપિંડ (૪) શય્યાતર, (૫) માસક૫, (૬) ચતુમાં કલ્પ, (૭) વ્રત, (૮) પ્રતિકમણું, ૯) કૃતિકર્મ, (૧૦) પુરુષs.
- દશ કલ્પ આ પ્રકારે છે :૧. અચેલક૫:- પહેલા અને વીસમા તીર્થ કરના સાધુઓને સફેદ રંગનાં વસ્ત્ર રાખવાનું કલ્પ હતું. તે વસ્ત્રો ઓછી -કિંમતનાં હતાં, તથા મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવતાં. શેષ બાવીસ તીર્થકરના સાધુ પાંચ વર્ણનાં વસ્ત્ર આવશ્યકતાનુસાર રાખી શક્તા હતા.
< બકુશ અને પ્રતિસેવનાના પરિમાણ પ્રત્યેક સે કરોડ કહ્યા છે તે બકુશથી પ્રતિસેવના સંખ્યાતગુણા કેવી રીતે થયા? ઉત્તર એ છે કે બકુશમાં જે બ્રત્યેક સે કરે કહ્યા છે તેનો અર્થ એ છે કે બસો કરોડ અથવા ત્રણસો કડ લેવા જોઈએ. અને પ્રતિસેવનામાં જે પ્રત્યેક સો કરોડ કહ્યા છે તેને અર્થ ચાર કરોડ, પાંચ કરોડ છ કરોડ ઇત્યાદિ છે.