________________
પોચ સંસ્થાને ભગવર્તી શ રૂપ 6-8
મહાવીરઃ હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે.
આ પ્રકારે વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત સર્વ સંસ્થાન અનંત અનંત છે.
ગૌતમ: હે ભગવન્! રત્નપ્રભા નારકીમાં પરિમંડળ સંસ્થાન સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે?
: મહાવીરઃ હે ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. એ રીતે આયત સંસ્થાન સુધી કહેવા.
આ રીતે છ નારક, ૧૨ દેવલેક, ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ સિદ્ધશિલા, ૧ સમુચ્ચય એ ૩૫ બોલેમાં પાંચ સંસ્થાનના કહેવા. એના કુલ ભાંગા ૧૭૫ થયા. (૩૫૪૫=૧૭૫)
ગૌતમ? હે ભગવન ! જ્યાં એક < જવમધ્ય પરિમંડળ સંસ્થાન હોય છે ત્યાં બીજાં પરિમંડળ સંસ્થાન કેટલાં હોય છે ? :
મહાવીર હે ગૌતમ ! અનંત હોય છે.
એ રીતે વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત સંસ્થાન પણ અનંત અનંત હોય છે.
જે રીતે એક જવમધ્ય પરિમંડળ સંસ્થાનનું કહેલ છે એ રીતે બાકી સંસ્થાનાં કહેવાં. પ૪૫=૨૫ થયા. ૨૫ ને ૩૫ થી ગુણવાથી ૮૭૫ ભાંગા થયા. એમાં ૧૭૫ ભાંગા ભેળવવાથી કુલ ૧૦૫૦ ભાંગા થયા.
– પરિમંડળ સંસ્થાનવાળા પુગલ સ્કંધોથી આ બધો લેક ઠસાઠસ ભરેલ છે. એમાંથી તુલ્ય પ્રદેશવાળા, તુલ્ય પ્રદેશાવગાહી (તુલ્ય આકાશ પ્રદેશમાં રહેવાવાળા) અને તુલ્ય વર્ણાદિ પર્યાયવાળા જે જે પરિમંડળ દ્રવ્ય છે. એ સર્વને કલ્પનાથી એક લાઈનમાં ગઠવવામાં આવે અને ઉપર અને નીચે એક એક જાતિવાળા પરિમંડળ દ્રવ્યોને એક એક પંકિતમાં ગોઠવવામાં આવે. એથી એમાં અલ્પ બહુત્વવાળા હોવાથી પરિમંડળ સંસ્થાનના સમુદાય જવળના આકારવાળા હોય છે. -