________________
૫૮૮
આઝવે કપમાન ભગવતી શ–૨૫. ઉ-૪
તમ: હે ભગવન ! નિષ્કપ પરમાણુ યુગલનું અંતરે કેટલા કાળનું હોય છે?
મહાવીર : હે ગતમ! સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્યાતમે ભાગ હોય છે. અને પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે.
સકંપ બે પ્રદેશી કંધનું અંતર સ્વરથાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે. પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અનંત કાળનું હોય છે.
નિષ્કપ બે પ્રદેશી કંધનું અંતર સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું હોય છે. પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. એ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું.
ઘણુ પરમાણુ અપેક્ષાએ સકંપ અને નિષ્કપનું અંતર હતું નથી. એ રીતે યાવત્ અનંત પ્રદેશી સ્કંધ સુધી કહેવું.
અપમહત્વ :- સર્વથી થડા સકંપ પરમાણુ પુદ્ગલ, એનાથી નિષ્કપ પરમાણુ યુગલ અસંખ્યાત ગુણ. એ રીતે બે પ્રદેશ સ્કંધ ચાવતુ અસંખ્યાત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. નિષ્કપ અનંત પ્રદેશી સ્કંધ સર્વથી ડા, એનાથી નિષ્કપ અનંત પ્રદેશી કંધ અનંતગુણ છે.
અલપબહુત્વ :- (દ્રવ્યર્થ રૂપથી) (૧) સર્વથી છેડા દ્રવ્યર્થ રૂપથી અકંપમાન અનંત પ્રદેશ સ્કંધ (૨) એનાથી સકંપ અનંત પ્રદેશ દ્રવ્યાર્થ રૂપથી અનંત ગુણા. (૩) એનાથી પરમાણુ યુગલ સકંપ દ્રવ્યાર્થરૂપથી અનંત ગુણ (૪) એનાથી સંખ્યાત પ્રદેશ સ્કંધ સકંપ દ્રવ્યાર્થરૂપથી અસંખ્યાત ગુણ (૫) એનાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ સકંપ દ્રવ્યાર્થ ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું અંતર હોય છે જ્યારે પરમાણુ બે પ્રદેશી આદિ સ્કંધને અંતરગત હોય છે અને જઘન્યથી એક સમય ચાલવાની ક્રિયાથી બંધ રહીને ફરી ચાલે ત્યારે પરસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમયનું અંતર હોય છે. જ્યારે પરમાણુ અસંખ્યાત કાળ સુધી બે પ્રદેશી આદિ સ્કંધમાં રહીને ફરી સ્કંધથી અલગ થઈને ચલાયમાન થાય છે ત્યારે પરસ્થાન અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતહાય છે.