________________
શ્રી ભાગવતી ઉપમ
મહાવીર: હે ગૌતમ! જીવે આત્મદ્ધિથી પિતાની શક્તિથી ઉત્પન્ન થાય છે પરંતુ પદ્ધિ (પરશક્તિ)થી ઉત્પન્ન થતા નથી.
ગૌતમહે ભગવન ! જે પિતાના કર્મથી ઉત્પન્ન થાય છે કે-પરના કર્મથી?
મહાવીરઃ હે ગૌતમ! જી પિતાના કર્મથી ઉત્પન્ન થાય છે, પરના કર્મથી ઉત્પન્ન થતા નથી.
ગૌતમઃ હે ભગવન ! જે પિતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે કે-પર પ્રયોગથી.
મહાવીરઃ હે ગૌતમ! પિતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પર પ્રયોગથી નહિ. એમ ચોવીસે દંડક માટે જાણવું.
જે પ્રમાણે આઠમા ઉદ્દેશામાં કહ્યું તે પ્રમાણે નવમા દશામા ઉદ્દેશામાં ભવી અને અભવી નૈરયિક માટે સમજવું. અને ૧૧ તથા ૧૨ મા ઉદ્દેશામાં સમષ્ટિ તથા મિથ્યાષ્ટિ નૈરયિકનું વક્તવ્ય કહેવું, અને ૨૪ દંડકના જેને માટે પણ તેમજ કથન કરવું.
(૧) આયુષ - આગલા ભવનું આયુષ્ય પૂર્વ ભવે જે વખતે બાંધ્યું ત્યારથી
આગલા ભવમાં જેટલો સમય રહેશે તે સર્વ આયુષ્ય કહેવાય છે. (૨) રિથતિ -જે ભવનું આયુષ્ય બાંધેલ છે તે સ્થાનમાં ઉત્પન્ન થવા માટે
ત્યાજ્ય શરીરને સંબંધ છોડી વાટે વહેતો થયો ત્યારથી જેટલા સમયનું
આયુષ્ય બાંધેલ છે તેટલો કાળ ત્યાં વિતાવે તેનું નામ સ્થિતિ, (૩) ભવ – દેવ, મનુષ્ય વિગેરેના જે ભવ મળે છે અને તે અવસ્થામાં
ટકેલ છે, તેનું નામ ભવ. આ ત્રણેને ક્ષય થાય છે ત્યારે એક સાથે જ થાય છે. અને ત્યારે જ આત્મા ગતિઅંતર એક ભવથી બીજા ભવમાં) કરી શકે છે.