________________
પપ
શ્રી ભગવત ઉપક્રમે
મહાવીરઃ હે ગૌતમ! બે ભેદ છે. ઘન અને પ્રતર ઘનના બે ભેદ એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશી જઘન્ય ૨૭ પ્રદેશી હોય છે અને ર૭ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
યુગ્લ પ્રદેશી જઘન્ય ૮ પ્રદેશી હોય છે અને ૮ આકાશ પ્રદેશેને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
પ્રતર ચેરસના બે ભેદ-એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશી જઘન્ય ૯ પ્રદેશી હોય છે અને હું આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંતા પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
યુગ્મ પ્રદેશ પ્રતર ચેરસ જઘન્ય ૪ પ્રદેશી હોય છે અને ૪ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
ગૌતમ? હે ભગવન્ ! આયત સંસ્થાનના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! ત્રણ પ્રકારના છે. ૧. શ્રેણી આયત, ૨. પ્રતર આયત, ૩. ઘન આયત.
શ્રેણ આયતના બે ભેદ-એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશ જઘન્ય ૩ પ્રદેશી હોય છે અને ૩ આકાશ પ્રદેશેને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
યુગ્મ પ્રદેશી જઘન્ય બે પ્રદેશી હોય છે અને બે આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હેય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.