________________
૪૧૪
- શ્રી ભગવતી ઉપામ
નીચેના ભાગમાં વાયુ છે. વચ્ચેના ભાગમાં વાયુ અને પાણી છે ઉપરના ભાગમાં પાણી છે. નીચે વાયુ બહુ ઉત્પન્ન થાય છે, જેનાથી જળ ઊછળીને વધે છે. જ્યારે વાયુ શાંત થાય છે ત્યારે જળ શાંત થઈ જાય છે અને નીચે બેસી જાય છે.
લવણસમુદ્રના જળમાં એક જળને ઘેરે (ઉદકમાળા-ડગમાળા) ઊઠે છે, જે ૧૬૦૦૦ હજાર જન ઊંચી છે અને ચારે તરફ ૧૦૦૦૦
જન પહોળી છે. એમાં પાણીની વેલ બે ગાઉ (કેસ) ઊંચી ઊછળે છે અને ૧૭૪૦૦૦ દેવતા દબાવે છે. ૪ર૦૦૦ દેવતા તે જંબુદ્વીપની તરફથી દબાવે છે. ૬૦૦૦૦ દેવ ઉપરથી દબાવે છે અને ૭૨૦૦૦ દેવ ઘાતકી ખંડની તરફથી દબાવે છે. - જંબુદ્વિીપની જગતીથી લવણ સમુદ્રમાં ૯૫ વેલાગ્ર (વાળને અગ્રભાગ) જવા પર લવણ સમુદ્ર એક વાલાગ્ર ઊંડે છે. એ રીતે લ્પ આંગળ જવા પર એક આંગળ ઊંડે છે. ૯૫ હાથ જવા પર એક હાથ, ૯૫ ગાઉ જવા પર એક ગાઉ, અને ૫ જન જવા પર એક જન ઊંડે છે અને ૯૫૦૦૦ એજન જવા પર એક હજાર જન ઊંડે છે.
- લવણ સમુદ્રમાં ૫૦૦ જનની માછલી છે. પાંચ લાખ કુલકેડી જળચરની છે. એક અહેરાત્રિમાં એટલે કે ૩૦ મુહૂર્તમાં બે વાર " જળની હાનિ અને વૃદ્ધિ થાય છે. લવણ સમુદ્રના વિજય આદિ ચાર દરવાજા છે. એ ચાર દરવાજાના ચાર દેવતા માલિક છે. એ દેવેની રાજધાનીઓ બીજા લવણુ સમુદ્રમાં છે. લવણ સમુદ્રની ચારે તરફ પવર વેદિકા છે. તે અડધા જનની ઊંચી છે, ૫૦૦ ધનુધની પહોળી છે.
ગૌતમ? હે ભગવન ! લવણું સમુદ્રમાં કેટલી નદીઓ આવીને પડે છે?
મહાવીરઃ હે ગૌતમ ! ૧૪૫૬૦૯૦ નદીઓ જંબુદ્વિીપની તરફથી આવીને પડે છે અને ૧૪૫૬૦૯૦ નદીઓ ઘાતકી ખંડદ્વીપની તરફથી આવીને પડે છે.