________________
બારદ્વાર ભગવતી શ-૧૯ ઉં. ૩
૪૦૧ જે રીતે પૃથ્વીકાય માટે કહ્યું એ રીતે અપકાય માટે કહેવું પરંતુ એટલી વિશેષતા છે અપકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે.
જે રીતે પૃથ્વીકાયનું કહ્યું એ રીતે અગ્નિકાય માટે પણ કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, અગ્નિકાયના જીવ તિર્યંચ અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. સ્થિતિ ત્રણ અહારાત્રિની છે. અગ્નિકાયથી નીકળીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. એની ત્રણ લેશ્યા છે.
- જે રીતે અગ્નિકાયની કહી તે રીતે વાયુકાયનો કહેવી. પરંતુ એટલી વિશેષતા છે કે વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની છે. સમુદ્દઘાત ચાર હોય છે
જે રીતે પૃથ્વીકાય માટે કહ્યું તે રીતે વનસ્પતિકાય માટે કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, અનંત વનસ્પતિકાયિક જીવ એકઠા થઈને એક સાધારણ શરીર બાંધે છે. વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. એને આહાર અવશ્ય છ @ દિશાને હોય છે.
ગૌતમ: હે ભગવન્ ! બેઇંદ્રિય જીવ બે-ત્રણ-ચાર-પાંચ એકઠા થઈને સાધારણ શરીર બાંધે છે ? એ પછી આહાર કરે છે? એને પરિણમે છે? અને પછી વિશિષ્ટ શરીર બાંધે છે?
મહાવીર : હે ગૌતમ! એવી વાત નથી. કેમકે બેઈદ્રિયજીવ અલગ અલગ આહાર કરવાવાળા અને એના ભિન્ન ભિન્ન રૂપથી પરિ
મવાવાળા હોય છે એટલે તે અલગ અલગ શરીર બાંધે છે અને અલગ અલગ આહાર કરે છે. અલગ અલગ રૂપથી પરિણમે છે અને પછી વિશિષ્ટ શરીર બાંધે છે.
@ વનસ્પતિકાયનો આહાર અવશ્ય છ દિશાને હોય છે, એવું જે કહેલ છે એનો આશય સમજમાં નથી આવતો. કેમકે લોકાંતમાં રહેલ વનસ્પતિકાયને ત્રણ, ચાર અથવા પાંચ દિશાનો આહારનો સંભવ છે. પરંતુ બાદર, નિગોદ (બાદર સાધારણ વનસ્પતિ કાય) અપેક્ષાએ જે આ સૂત્ર હેય તો અવશ્ય છે દિશાનો આહાર ઘટિત થઈ શકે કેમકે તે લેકના મધ્ય ભાગમાં રહેલા હોવાના કારણે એને અવશ્ય છ દિશાને આહાર હોય છે. ૫૧