________________
३७८
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ હે ભગવન્! શું સ્ત્રીએ કૃતયુગ્ય છે કે જાવ કજ છે?
મહાવીરઃ હે ગૌતમ! તિર્યંચણી, મનુષ્યણી અને દેવાંગના જઘન્યપદમાં અને ઉત્કૃષ્ટ પદમાં કૃતયુગ્મ છે, મધ્યમ પદમાં ચાર છે, કદાચ કૃતયુગ્મ જાવ કદાચ કલ્યાજ છે.
ગૌતમ: હે ભગવન્! શું જેટલા અલ્પ આયુષ્યવાળા < અંધક અગ્નિના જીવે છે, એટલા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અંધક અગ્નિના જીવ છે ? - મહાવીર : હા. ગૌતમ ! જેટલા અ૯પ આયુષ્યવાળા અંધક અગ્નિના જીવ છે એટલા ઉત્કૃષ્ટવાળા અંધક અગ્નિના જીવ છે.
દેવતાની વિફર્વણા આદિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૫ ને અધિકાર
ગતમ: હે ભગવન ! એક અસુરકુમાર વાસમાં બે અસુરકુમાર, અસુરકુમારપણે દેવતાપણે ઉત્પન્ન થયા. તેમાં એક અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, સુંદર, મનહર લાગે છે, અને બીજા અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, સુંદર મનહર નથી લાગતા. એનું શું કારણ છે?
મહાવીરઃ હે ગૌતમ! અસુરકુમાર દેવ બે પ્રકારના છે]. વિભૂષિત શરીરવાળા અને અવિભૂષિત શરીરવાળા. જે અસુરકુમાર દેવ
< ટીકાકાર કહે છે કે-અંધક નામ વૃક્ષનું છે. વૃક્ષને આશ્રય કરીને રહેવાવાળી અગ્નિ અર્થાત બાદર અગ્નિકાયિક જીવ.
બીજા આચાર્ય તો “અંધક’ શબ્દને એવો અર્થ કરે છે કે, સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી અપ્રકાશક અર્થાત પ્રમશ નહિ કરવાવાળી અગ્નિ એટલે કે સૂક્ષ્મ અગ્નિકાયિક જીવ. .
Uજ્યારે જીવ જઈને દેવશયામાં ઉત્પન્ન થાય છે એ સમયે તે વિભૂષા અલંકાર રહિત ઉત્પન્ન થાય છે. એ બાદ તે અનુક્રમે અલંકાર પહેરીને વિભૂષિત થાય છે.