________________
૩૯૨
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ ઃ હે ભગવન્! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિકની સ્થિતિ કેટલી છે !
મહાવીર હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ = બે સાગર ઝાઝેરી.
એ રીતે અપકાયિક અને વનસ્પતિકાયિકનું પણ કહેવું. ભવ્ય દ્રવ્ય અગ્નિકાયિક વાયુકાયિક અને ત્રણ વિકલૈંદ્રિની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ઝાડ પૂર્વની છે. ભવ્યદ્રવ્ય તિર્યંચ પંચેંદ્રિયની અને મનુષ્યની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપની છે.
સ્પર્શના શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૧૦ ને અધિકાર
ગૌતમ? હે ભગવન્! ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિથી તલવારની ધાર પર કે અસ્ત્રાની ધાર પર રહી શકે છે ?
મહાવીરઃ હા. ગૌતમ! રહી શકે છે. ગૌતમ હે ભગવન્! તે ત્યાં છેદભેદને પ્રાપ્ત કરે છે? મહાવીરઃ હે ગૌતમ! તે ત્યાં છેદભેદને પ્રાપ્ત નથી હોતા.
ગૌતમ હે ભગવન! ભવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિથી અગ્નિશિખામાંથી નીકળી શકે છે?
- ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવકની અપેક્ષાએ બે સાગરેપમની ઝાઝેરી છે.
ભવ્યદ્રવ્ય અગ્નિકાયિક અને વાયુકાયિકની જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. કેમકે દેવ અને યુગલિયા મનુષ્ય અગ્નિકાય અને વાયુકાયમાં ઉત્પન્ન નથી થતા.
ભવ્યદ્રવ્ય પંચેંદ્રિય તિર્યંચની તેત્રીસ સાગરોપમની સ્થિતિ સાતમી નરકમાં ઉત્પન્ન થવાવાળાની અપેક્ષાએ સમજવી.