________________
૩૯૬
શ્રી ભગવતી ઉપક્રમ
જનમેલા, સાથે ઉછરેલા અને સાથે ધૂળમાં રમેલા. તે ત્રણે શ્રમણ-નિગ્રંથને અભક્ષ્ય છે, પરંતુ ધાન્ય સરિસવ એ પ્રકારના છે. શાસ્ત્રાદિથી નિર્જીવ થયેલા (શસ્ત્રપરિણત). અને શસ્ત્રાદિથી નિજીવ ન થયેલા (અશસ્ત્ર પરિણત) તેમાં અશસ્ત્રપરિણત તે નિર્ચથને અભક્ષ્ય છે. શસ્ત્રપરિણતના પાછા બે પ્રકાર છે: એષણીય (ઈચ્છવા લાયક, નિર્દોષ) અને ઈચ્છવા લાયક, સદોષ). તેમાં અનેષણીય તે નિગ્રંથને અભક્ષ્ય છે. જે એષણાય છે તે બે પ્રકારના છે. યાચિત (માગેલા) અને અયાચિત (ન માગેલા). તેમાં જે અયાચિત છે, તે તે શ્રમણને અભક્ષ્ય છે અને યાચિત બે પ્રકારના છેઃ મળેલા અને નહિ મળેલા. તેમાં જે નહિ મળેલા છે, તે નિર્ચથને અભક્ષ્ય છે. અને મળેલા ભક્ષ્ય છે.
પ્રશ્ન: હે ભગવન્! માસ તમારે શક્ય છે કે અભક્ષ્ય ? * ઉત્તરઃ હે મિલ! માસ એટલે મહિના, તે અભક્ષ્ય છે, તેમ જ માષ એટલે સોનું-રૂપું તળવાનું માપ, તે પણ અભક્ષ્ય છે; પરંતુ માસ એટલે અડદ જે સાદિ પરિણુત, યાચિત, વગેરે હોય તે ભક્ષ્ય છે.
પ્રશ્ન: હે ભગવન્ ! આપને કુલત્થા ભઠ્ય છે કે અભક્ષ્ય?
ઉત્તરઃ હે મિલ! કુલીન સ્ત્રી એ અર્થમાં કુલત્યા અમારે અભક્ષ્ય છે, પણ કળથી એ અર્થમાં કુલત્યા અમારે શસ્ત્રાદિપરિણુતાદિ હોય તે લક્ષ્ય છે.
પ્રશ્ન: હે ભગવન્! આપ એક છે, બે છો, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, કે અનેક ભૂત-વર્તમાન-ભાવિ પરિણામને લેગ્ય છે?
ઉત્તરઃ હે મિલ! હું એક પણ છું; અને તે કહ્યું તે બધું ભૂત-વર્તમાન–ભાવિ પરિણામને (સુધી પણ) છું. દ્રવ્યરૂપે હું એક છું; અને જ્ઞાનરૂપે તથા દર્શનરૂપે બે પ્રદેશ (આત્મપ્રદેશ) રૂપે હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિવ પણ છું; તથા ઉપયોગની દષ્ટિએ હું અનેક ભૂત-વર્તમાન-ભાવિ પરિણામને યેગ્ય છું.