________________
સેસિલ બ્રાહ્મણના પ્રશ્નો ભગવત શ–૧૮. ઉ. ૧૦
૩૯૫ પ્રશ્ન: હે ભગવન્! તમને યાત્રા (સારી રીતે સંયમને નિર્વાહ કરે તે) યાપનીય (સુખરૂપ સમય વિતાવ તે), આવ્યાબાધ અને પ્રાસુક (નિર્જીવ, નિર્દોષ) વિહાર છે?
ઉત્તરઃ હે સોમિલ! મને તે બધું છે. પ્રશ્ન: હે ભગવન્! તમને યાત્રા શું છે?
ઉત્તર : હે સેમિલ! ત૫, નિયમ, સંયમ, સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં જે મારી પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે.
પ્રશ્ન: હે ભગવન્! તમને યાપનીય શું છે?
ઉત્તરઃ હે મિલ! યાપિનિય બે પ્રકારનું છે. ઇઢિયયાપાનિય અને ઇન્દ્રિયયાપનિય શ્રોત્રાદિ પાંચઈદ્રિય મને આધીન વતે છે, એ મારે ઇંદ્રિયયાપનીય છે. અને મારાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે વ્યચ્છિન્ન થયેલા છે અને ઉદયમાં આવતા નથી, એ મારે નેઇદ્રિયયાપનીય છે.
પ્રશ્ન: હે ભગવન્! તમને અવ્યાબાધ શું છે?
ઉત્તરઃ હે મિલ! મારાં વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી, એ મને અવ્યાબાધ છે.
પ્રશ્ન: હે ભગવન્! તમારે પ્રાસુક વિહાર શું છે?
ઉત્તરઃ હે મિલ! આરામ, ઉદ્યાને, દેવકુ, સભાઓ પરબ તથા સ્ત્રી–પશુ-નપુંસક રહિત વસ્તિઓમાં નિર્દોષ અને સ્વીકારવા
ગ્ય પીઠ (સૂવાનું પાટિયું) ફલક (પીઠ પાછળ એઠિંગણુ રાખવાનું પાટિયું), શય્યા અને પથારીને પ્રાપ્ત કરી હું વિહરું છું, તે મારે પ્રાસુક વિહાર છે.
પ્રશ્ન: હે ભગવન ! સરિસવા આપને ભક્ય છે કે અભક્ષ્ય?
ઉત્તરઃ હે મિલ ! તારાં બ્રાહ્મણનાં શાસ્ત્રોમાં સરિસવા શબ્દના બે અર્થ કહ્યા છેઃ ૧ સદશવયા :- એટલે કે મિત્ર અને, ૨. સર્ષપઃ એટલે સરસવ, તેમાં જે મિત્રસરિસવ છે, તે ત્રણ પ્રકારના છે. સાથે