________________
શ્રી ભગવતી ઉપકમ
ગૌતમઃ હે ભગવન્! પરમાણુ પુદ્ગલ વાયુકાયથી સ્પર્શ પામે - છે અથવા પરમાણુ પુદ્ગલથી વાયુકાય સ્પર્શ થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ વાયુકાયથી સ્પર્શ થાય છે. પરંતુ વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પર્શ નથી થતા. એ રીતે બે પ્રદેશી રકંધ યથાવત્ અસંખ્યાત પ્રદેશી કંઈ કહેવા. અનંત પ્રદેશી કંધ કદાચ સ્પેશિત હોય છે અને કદાચ સ્પેશિત નથી થતા.
ગીતમઃ હે ભગવન ! શું દીવડી વાયુકાયથી સ્પેશિત થાય છે અથવા વાયુકાય દીવડીથી સ્પેશિત થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! દીવડી વાયુકાયથી સ્પર્શિત થાય છે, પરંતુ દીવડીથી વાયુકાય પર્શિત થતી નથી.
ગીતમઃ હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણાદિ ૨૦ બેલ અન્ય બદ્ધ અન્ય પૃષ્ટ યાવત્ અન્ય સંબદ્ધ છે ?
મહાવીરઃ હા. ગૌતમ! છે. એ રીતે શેષ ૬ નરક, ૧૨ દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને ઈષત્નાભારા સિદ્ધશિલા એમ ૩૩ સ્થાનેને નીચે પણ વર્ણાદિ ૨૦ બેલ અન્યોન્ય બદ્ધ પૃષ્ટ યાવત્ સંબદ્ધ છે.
-
સેમિલ બ્રાહ્મણના પ્રશ્નો તે વખતે વાણિજ્યગ્રામ નગરમાં દૂતીપલાશ નામનું ઉદ્યાન હતું. તે નગરમાં એમિલ નામે ધનિક તેમ જ અન્વેદાદિ બ્રાહ્મણશાસ્ત્રોમાં કુશળ બ્રાહ્મણ રહે. એક વખત ભગવાન મહાવીર તે નગરમાં આવ્યા. ત્યારે સેમિલને વિચાર આવ્યો કે હું તેમને આવા પ્રકારના અર્થો તથા ઉત્તરે પૂછું. જો તેઓ મને તે અર્થો અને ઉત્તરે યથાર્થ રીતે કહેશે તે તેમને વંદન કરીશ, પરંતુ નહિ કહે તે તેમને નિરુત્તર કરીશ. એમ વિચારી તે ભગવાન મહાવીર પાસે આવ્યો અને થોડે દૂર બેસી તે આ પ્રમાણે કહ્યું –