________________
૩૮૭
મંડુક શ્રાવક ભગવતી સ. ૧૮ ઉ. ૭
ત્યારે અન્યતીથિએએ કહ્યું કે-“હા, અમે તેને માનીએ છીએ.
ત્યારે મંડુક શ્રાવકે કહ્યું કે-હે આયુષ્યવાને ! અમે કે તમે અથવા બીજા કોઈ પણ છદ્મસ્થ મનુષ્ય જે પદાર્થોને નથી જાણતા, નથી દેખતા તે સર્વ પદાર્થો ન હોય તે તમારી માન્યતાનુસાર સંસારમાં બહુ પદાર્થોને અભાવ થઈ જાય.
એમ કહીને મંડુક શ્રાવકે અન્યતીથિઓને નિરુત્તર કરી દીધા. તે પછી મંડુક શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ગયા. વંદણા નમસ્કાર કરી પર્યું પાસના કરવા લાગ્યા. ત્યારે ભગવાને મંડુક શ્રાવકને સંબોધન કરીને ફરમાવ્યું કે-હે મંડુક! તમે અન્યતીથિઓને ઠીક ઉત્તર આપે, બરાબર ઉત્તર દીધે. જે કઈ જાણ્યા વિના, જોયા વિના અદષ્ટ, અમૃત, અસમ્મત કે અવિજ્ઞાત અર્થના હેતુને, પ્રશ્નને ઉત્તર કહે છે, જણાવે છે અર્થાત્ બતાવે છે તે અરિહંતની, અરિહંતના પ્રરૂપેલ ધર્મની, કેવળીની, કેવળી પ્રરૂપેલ ધર્મની અશાતના કરે છે. એટલા માટે હે મંડુક ! તમે અન્યતીથિએને ઠીક જવાબ આપે.
ભગવાનનું કહેવું સાંભળી મંડુક શ્રાવક પ્રસન્ન અને સંતુષ્ટ થયા. ભગવાને ધર્મકથા ફરમાવી.
ધર્મકથા સાંભળીને ભગવાનને વંદણુ નમસ્કાર કરી પાછા મંડુક શ્રાવક પોતાને ઘેર ગયા.
ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદણ નમસ્કાર કરીને પૂછ્યું કે-હે ભગવન ! શું મંડૂક શ્રાવક આપની પાસે દીક્ષા લેવા સમર્થ છે?
હે ગૌતમ ! મંડક શ્રાવક દીક્ષા લેવામાં સમર્થ નથી. તે બહુ વર્ષો સુધી શ્રાવકપણું પાળીને પહેલા દેવલેકમાં અરુણાભ વિમાનમાં દેવ થશે. ત્યાંથી તે એવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ બુદ્ધ મુક્ત થશે.