________________
મંડુક શ્રાવક ભગવતી શ ૧૮ ઉ. ૭
૩૪૫
- મહાવીરઃ હે ગૌતમ! પ્રણિધાન ત્રણ પ્રકારનું કહ્યું છેઃ મનપ્રણિધાન, વચન પ્રણિધાન અને કાયપ્રણિધાન છે.
ગૌતમ: હે ભગવન! દુપ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે?
મહાવીરઃ હે ગૌતમ! મન-વચન-કાયા એમ ત્રણ પ્રકારનું છે. સુપ્રણિધાન પણ ત્રણે પ્રકારનું હોય છે. મનુષ્યથી વૈમાનિક સુધીનાને સુપ્રણિધાન હોઈ શકે છે.
ગૌતમ: હે ભગવન્ ! અન્યતીથિકો એમ કહે છે કે, કેવળી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે પ્રકારની ભાષા બોલે છે : મૃષાભાષા અને સત્ય-અસત્ય (મિશ્ર) ભાષા. તે હે ભગવન્ ! એ ખરું છે?
મહાવીરઃ હે ગૌતમ! તેમનું તે કહેવું ખોટું છે તે એમ કહું છું કે, કેવળજ્ઞાની યક્ષના આવેશથી આવિષ્ટ થતા નથી, તેથી તેઓ તે પા૫વ્યાપાર વિનાની અને બીજાને ઉપઘાત ન કરે તેવી બે ભાષા કદાચ બેલે છેઃ સત્ય અને અસત્ય-અમૃષા (વ્યવહાર ભાષા).
મંડુક-મદ્રુક શ્રાવક રાજગૃહ નગરમાં જીવાજીવાદિતત્વના જાણકાર મંડક નામના શ્રાવક રહેતા હતા. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી રાજગૃહ નગરની બહાર ગુણશીલ બાગમાં પધાર્યા.
ભગવાનના પધારવાના ખબર સાંભળીને મંડુક શ્રાવક બહુપ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે ભગવાનને વંદણું નમસ્કાર કરવાને માટે ઘેરથી નીકળ્યા. તે ગુણશીલ બાગની બાજુમાં કાલેદાયી, સેલદાયી, આદિ બહુ અન્યતીથિ રહેતા હતા.
@ તેમાંથી નરયિકથી સ્વનિતકુમાર- સુધીનાને ત્રણ, પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીનાને કાયપ્રણિધાન, બેઈદ્રિયથી ચાર ઈદિયવાળા સુધીનાને વચન અને કાયપ્રણિધાન તથા બાકીનાને (વૈમાનિક સુધી) ત્રણે હોય છે.
૪૯