________________
૩૮૩
ઉપધિ-પરિગ્રહ પ્રધાન ભગવતી શ-૧૮. ઉ. ૭ ચાર પ્રદેશી કંધમાં કદાચ એક વર્ણ, કદાચ બે વર્ણ, કદાચ ત્રણ વર્ણ, કદાચ ચાર વર્ણ કદાચ એક ગંધ, કદાચ બે ગંધ, કદાચ એક રસ, કદાચ બે રસ કદાચ ત્રણ રસ, કદાચ ચાર રસ, કદાચ બે સ્પર્શ, કદાચ ત્રણ સ્પર્શ, કદાચ ચાર સ્પર્શ હોય છે. એ રીતે પાંચ પ્રદેશી ઔધમાં કદાચ એક વર્ણ, કદાચ બે વર્ણ, કદાચ ત્રણ વર્ણ, કદાચ ચાર વર્ણ, કદાચ પાંચ વર્ણ, કદાચ એક ગંધ, કદાચ બે ગંધ, કદાચ એક રસ, કદાચ બે રસ, કદાચ ત્રણ રસ, કદાચ ચાર રસ, કદાચ પાંચ રસ, કદાચ બે સ્પર્શ, કદાચ ત્રણ સ્પર્શ, કદાચ ચાર સ્પર્શ હોય છે.
જે પ્રકારે પાંચ પ્રદેશી સ્કંધ માટે કહ્યું એ પ્રકારે છ પ્રદેશી અંધ યથાવત્ અસંખ્યાત પ્રદેશી સેકંધ સુધી કહી દેવું. - ગૌતમઃ હે ભગવન્! સૂમ પરિણામવાળા અનંત પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! જે રીતે પાંચ પ્રદેશી સ્કંધમાં કહ્યું તે રીતે કહી દેવું.
ગૌતમ? હે ભગવન્! બાદર (રશૂળ) પરિણામવાળા અનંત પ્રદેશી રકધમાં કેટલા વર્ણાદિ હોય છે?
મહાવીર : હે ગૌતમ! કદાચ એક વર્ણ યાવત્ કદાચ પાંચ વર્ણ, કદાચ એક ગંધ, કદાચ બે ગંધ, કદાચ એક રસ યાવત્ કદાચ પાંચ રસ, કદાચ ચાર સ્પર્શ યાવત કદાચ આઠ સ્પર્શ હોય છે.
ઉપધિ-પરિગ્રહ-પ્રણિધાન શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮. ઉ. ૭ ને અધિકાર ઉપધિ એટલે જીવનનિર્વાહમાં ઉપયોગી શરીર તથા વસ્ત્રાદિ. ગતમઃ હે ભગવન્! ઉપધિ કેટલા પ્રકારની કહી છે?