________________
૩૮૪
,
મા ભગવતી ઉપક્રમ
મહાવીરઃ હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારની કહી છે. (૧) કર્મરૂપી ઉપધિ (૨) શરીરરૂપી ઉપધિ (૩) બાહ્ય પાત્ર વસ્ત્રાદિ સામગ્રીરૂપ ઉપધિ.
નરયિકોને કર્મ અને શરીરરૂપ બે જ ઉપધિ હોય છે. એકેદ્રિય એને પણ એ બે જ પ્રકારની હોય છે. તે સિવાયના બીજાઓને વૈમાનિકે સુધીના) ત્રણ પ્રકારની હોય છે.
ગૌતમ: હે ભગવન ! ઉપધિ કેટલા પ્રકારની કહી છે?
મહાવીર: હે ગૌતમ! ઉપધિ ત્રણ પ્રકારની કહી છેઃ સચિત્ત, અચિત્ત અને મિશ્ર. નરયિકોથી માંડી વૈમાનિકે સુધી બધાને એ ત્રણે પ્રકારની ઉપધિ હોય છે. (નારકના સચિત્ત, તે શરીર, અચિત્ત ઉપધિ તે ઉત્પત્તિ સ્થાન અને શ્વાસેચ્છવાસાદિ યુક્ત શરીર સચેતના ચેતનરૂપ મિશ્ર ઉપધિ કહેવાય છે).
જીવનનિર્વાહમાં ઉપયોગી કર્મ, શરીર અને વસ્ત્રાદિ ઉપાધિ કહેવાય છે, અને તે જ મમત્વ બુદ્ધિથી ગૃહીત થાય, ત્યારે પરિગ્રહ કહેવાય છે,
ગૌતમ? હે ભગવન! પરિગ્રહ કેટલા પ્રકારને કહ્યો છે?
મહાવીરઃ હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારને કહ્યો છે. કર્મપરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહા વસ્ત્રાપાત્રાદિ ઉપકરણરૂપ પરિગ્રહ.
કઈ પણ પ્રકારના નિશ્ચિત આલંબનમાં મન-વચન-કાયાના વ્યાપારને સ્થિર કરવા તે પ્રણિધાન @. - ગૌતમ: હે ભગવન! પ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે?
@ મન, વચન અને કાયાના વેગને કોઈ એક પદાર્થમાં સ્થિર કરવાને પ્રણિધાન કહેવાય છે. મન, વચન, કાયાની સુપ્રવૃતિને સુપ્રણિધાન દુષ્ટ અને પ્રવૃત્તિને દુષ્પણિધાન કહે છે.