________________
३७६
શ્રી ભગવતી ઉપક્રમ
જીવાજીવના ૪૮ દ્રવ્યોમાંથી જીવના પરિભેગમાં કેટલા આવે છે
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૮ ઉ. ૪ ને અધિકાર
ગેમઃ હે ભગવન્! પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ અને ૧૮ પાપના ત્યાગ, પૃથ્વીકાય આદિ ૫ સ્થાવર, ધર્માસ્તિકાય, અધમ, સ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરી જીવ, પરમાણુ પુદ્ગલ, શૈલેશી અવસ્થાના પ્રાપ્ત અણગાર, સ્થૂલ આકારવા ત્રસ બે દ્રયાદિ એમ ૪૮ દ્રવ્યોમાં કેટલાક જીવરૂપ છે અને કેટલાક અછવરૂપ છે. તે ભગવન ! શું એ સર્વ જીવના પરિભેગમાં આવે છે?
મહાવીર : હે ગૌતમ! એમાંથી ૨૪ (૧૮ પાપ, પાંચ સ્થાવર, બાદર કલેવર) તે જીવના પરિભેગમાં આવે છે, બાકીના ૨૪ જીવના પરિભેગમાં આવતા નથી.
યુગ્મ રાશિ ગૌતમ હે ભગવન્! યુમરાશિ કેટલા કહેલા છે ?
મહાવીર હે ગૌતમ! યુગ્મરાશિ ૪ કહેલા છે. (૧) કૃતયુગ્મ (૨) વેજ. (૩) દ્વાપરયુગ્મ (૪) કલ્યાજ. (આ ચાર રાશિઓ સંજ્ઞા માત્ર છે. અને તે ફકત જ્ઞાની ગમ્ય છે.)
ગૌતમહે ભગવન્! કૃતયુગ્મ આદિ કેને કહે છે?
મહાવીરઃ હે ગૌતમ! જે રાશિમાંથી ચાર ચાર નીકળતા બાકી ૪ રહે તેને કૂતયુગ્મ કહે છે. ત્રણ બાકી રહે તેને જ કહે છે. બે બાકી રહે તેને કાપદયુગ્મ કહે છે અને ૧ બાકી રહે તેને કલ્યાજ
કહે છે.
ગૌતમ: હે ભગવન! શું નરયિક કુતયુગ્ય છે કે એજ છે કે દ્વાપર છે કે કજ છે?