________________
૩જ
શ્રી ભગવતી ઉપક્રમ
દંડક, એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ, બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અવેદી જીવ અને સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. મનુષ્ય એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ, બહજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. ૧૩ શરીરદ્વાર
ૌતમ ઃ હે ભગવન્ ! જીવ શરીરની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ?
મહાવીર : હે ગૌતમ! સશરીરી સમુચ્ચય જીવ ૨૪ દંડક, દારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દંડક, વૈકિય શરીર સમુચ્ચય જીવ ૧૭ દંડક, આહારક શરીર સમુચ્ચય જીવ મનુષ્ય તૈજસ-કાશ્મણ સમુચ્ચય જીવ ૨૪ દંડક એક છવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ. બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે. અશરીરી જીવ સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ બહુજીવ અપેક્ષાએ અચરમ છે. ચરમ નથી. ૧૪ પર્યાસિદ્ધાર :
ૌતમ? હે ભગવન્ ! જીવ પર્યાપ્તિની અપેક્ષાએ ચરમ છે કે અચરમ ?
મહાવીરઃ હે ગૌતમ! ૪ પર્યાપ્તિ, ૪ અપર્યાપ્તિ, સમુચ્ચય છવ ૨૪ દંડક જ મન-વચન પર્યાપ્તિ સમુચ્ચય જીવ ૧૯ દંડક એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ, કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે.
અહીં મન અને ભાષા સામેલ થવાથી ૧૯ દંડક લીધા છે. પરંતુ ફકત મનપર્યાપ્તિના ૧૬ દંડક હોય છે.