________________
૩૮૦
- શ્રી ભગવતી ઉપક્રમ તિર્યંચ પંચંદ્રિયમાં ઉત્પન્ન થવાવાળા છે તે કયા આયુષ્યને અનુભવ કરે છે?
મહાવીરઃ હે ગૌતમ! < તે નારકીના આયુષ્યને અનુભવ કરે છે, અને તિર્યંચ પંચંદ્રિયના આયુષ્યની સન્મુખ જાય છે. એ પ્રકારે મનુષ્યનું પણ કહેવું જોઈએ, પરંતુ તે મનુષ્યના આયુષ્યને (ઉદયાભિમુખ) સામે કરે છે.
ગૌતમ: હે ભગવન્ ! જે અસુરકુમારદેવ અસુરકુમારમાંથી મરીને તુરંત પૃથ્વીકાયિક જીવમાં ઉત્પન્ન થવાવાળા છે તે કયા આયુબને અનુભવ કરે છે ?
મહાવીરઃ હે ગૌતમ! તે અસુરકુમારના આયુષ્યને અનુભવ કરે છે, અને પૃથ્વીકાયિક આયુષ્યની સન્મુખ જાય છે આ પ્રકારે જે જીવ જ્યાં ઉત્પન્ન થવાવાળો હોય છે તે એની આયુષ્યની સન્મુખ જાય છે. અને જે ગતિમાં રહે છે તે ગતિના આયુષ્યને અનુભવ કરે છે. એ પ્રકારે વૈમાનિક સુધી કહી દેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, જે પૃથ્વીકાયના આયુષ્યને અનુભવ કરે છે. અને બીજા પૃથ્વીકાયના આયુષ્યની સન્મુખ જાય છે. એ રીતે મનુષ્ય સુધી સ્વસ્થાન-પરસ્થાન અપેક્ષાએ કહી દેવું.
ગૌતમહે ભગવદ્ ! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમારદેવ દેવપણે ઉત્પન્ન થયા. એમાંથી એક અસુરકુમાર દેવ સીધી-સરલ વિદુર્વણુ કરવા ઈચ્છે છે, તે સીધી-સરલ વિકુણા કરી લે છે અને વેક વિકુણા કરવા ઈચ્છે છે તે વાંકી વિમુર્વણા કરે છે. અર્થાત્ જે પ્રકારની બિકુર્વણુ કરવા ધારે છે તે પ્રકારની વિમુર્વણ કરી લે છે. એક અસુરકુમાર દેવ સરલ વિદુર્વણુ કરવા ધારે છે. પરંતુ વાંકી વિદુર્વણ થઈ જાય છે, અર્થાત્ જે પ્રકારની વિદુર્વણા કરવા ઈચ્છે છે તે પ્રકારની | વિક્ર્વણ નથી કરી શકતા. હે ભગવન ! તેનું શું કારણ?
< જ્યાં સુધી નારકીનું શરીર ધારણ કરેલ છે ત્યાં સુધી નારકીના આયુષ્યનો અનુભવ કરે છે અને નારકીનું શરીર છોડયા બાદતિયચના આયુષ્યનો અનુભવ કરે છે.