________________
૩૪
ભગવતી પરમ
લેક, નવરૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈન્સ્ટાગ્યારા પૃથ્વીને પણ જાણે દેખે છે.
ગૌતમ? હે ભગવાન ! કેવળજ્ઞાની પરમાણુ પુલેને “આ પરમાણુ પુદગલ છે,’ એ રીતે જાણે દેખે છે?
મહાવીરઃ હા. ગૌતમ! જાણે-દેખે છે. એ રીતે બે પ્રદેશી ત્રણ પ્રદેશ યાવત્ અનંત પ્રદેશી કંધને જાણે દેખે છે. એ રીતે સિદ્ધ પણ પરમાણુ યાવત્ અનંત પ્રદેશી કંધને જાણે દેખે છે.
શતક ૧૫ મું શાલકના વર્ણનથી જ પૂર્ણ થાય છે. તે વિષય કથાનુયેગને છે. પ્રસ્તુત સંપાદનમાં (૧) દ્રવ્યાનુગ (૨) ગણિતાનુગ (૩) અને ચરણકરણનુગના જ્ઞાતવ્ય વિષયેના સંગ્રહની પ્રતિજ્ઞા કરેલ છે. એટલે શતક ૧૫ માને ગોશાલકને અધિકાર સંપાદન કરેલ નથી.
અધિકરણ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬ ઉ. ૧ને અધિકાર
ગૌતમ હે ભગવન્! અધિકરણી (રણ) ઉપર હડે મારવાથી વાયુકાય ઉત્પન્ન થાય છે?
મહાવીર ઃ હા – ગૌતમ ! થાય છે.
એરણ ઉપર હથોડો ભારતી વખતે એરણ અને હથેડાના અભિઘાતથી વાયુકાય ઉત્પન્ન થાય છે તે અચિત્ત હોય છે પરંતુ એનાથી સચિત્ત વાયુકાયની હિંસા થાય છે. સ્થાનાંગ સત્રમાં પાંચ પ્રકારની અચિત્ત વાયુકાય કહેલ છે. (૧) જોરજોરથી ધમધમ ચાલવાથી (૨) લુહારની ધમણથી, (૩) ઉચ્છવાસ આદિથી (૪) કપડાં ઝાપટવાથી કે (૫) કઈ વસ્તુને પીલવા દબાવવાથી તથા પંખાથી. આ પાંચ પ્રકારની અચિત્ત વાયુથી સચિત્ત વાયુથી હિંસા થાય છે.