________________
૩૬૪
શ્રી ભગવની ઉપમ
૧. જીવદ્વાર :
ગૌતમ : હે ભગવન્! શું જીવ છેવત્વ (જીવ ભાવ)ની અપેક્ષાએ પ્રથમ ૦ છે કે અપ્રથમ છે?
મહાવીર: હે ગૌતમ! પ્રથમ નહિ, અપથમ છે. એ રીતે એક જીવ, બહુજીવ અને ૨૪ દંડકના જીવ કહી દેવા.
ગૌતમ હે ભગવન ! શું જવ સિદ્ધપણાની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે?
મહાવીર ઃ હે ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. આ રીતે બધા સિદ્ધનું કહી દેવું. ૨. આહારકદ્વારઃ
ગૌતમ : હે ભગવન્! શું જીવ આહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે?
મહાવીર : હે ગૌતમ! પ્રથમ નહિ અપ્રથમ છે. આ રીતે સમુચ્ચય એક જીવ, બહુજીવ અને ૨૪ દંડક કહી દેવા.
ગૌતમ : હે ભગવન ! એક જીવ અનાહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે?
મહાવીર : હે ગૌતમ ! એક જીવ કદાચ પ્રથમ (સિદ્ધની અપેક્ષાએ) કદાચ અપ્રથમ, ( વિગ્રહગતિની અપેક્ષાએ) ઘણુ જીવ પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. ૨૪ દંડકના જીવ એક જીવ અપેક્ષાએ અપ્રથમ છે. સિદ્ધ એક જીવ અપેક્ષા અને બહુ જીવ અપેક્ષાએ પ્રથમ છે.
જે જીવે જે ભાવ પહેલાં પ્રાપ્ત કર્યો હોય છે, એની અપેક્ષાએ તે અપ્રથમ કહેવાય છે. જેવી રીતે જીવનું જીવપણું (જીવ7) અનાદિ કાળથી પ્રાપ્ત છે, એ માટે જીવત્વની અપેક્ષા જીવ અપ્રથમ છે. જે ભાવ જીવને કદી પ્રાપ્ત નથી થયેલ, પરંતુ પાછળથી પ્રાપ્ત થાય, એની અપેક્ષા તે પ્રથમ કહેવાય છે. જેવી રીતે સિદ્ધપણાની અપેક્ષાએ જીવ પ્રથમ છે. કેમકે સિદ્ધત્વ જીવને પહેલાં કયારેય પ્રાપ્ત નથી થયું.