________________
પ્રથમ અપ્રથમને વિચાર ભગવત શ–૧૮. ઉ–૧
૩૬૭
મહાવીરઃ હે ગૌતમ! સકષાયી ક્રાધકષાયી યાવત્ ભકષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ આશ્રી બહુજીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. અકષાયી સમુચ્ચય જીવ અને મનુષ્ય એક જીવ આશ્રી કદાચ પ્રથમ (કેમકે યથાખ્યાત ચારિત્ર પ્રથમ વાર પ્રાપ્ત કર્યું) કદાચ અપ્રથમ (પડવાની અપેક્ષાએ) બહુજીવ આશ્રી પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધ એક જીવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. ૯. જ્ઞાનદ્વાર -
ગૌતમઃ હે ભગવન્! શું સજ્ઞાન, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની જીવ જ્ઞાનભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રયમ છે?
મહાવીરઃ હે ગૌતમ! સજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની સમુચ્ચયજીવ ૧૯ દંડક અવધિજ્ઞાની સમુચ્યજીવ ૧૬ દંડક, મન:પર્યવજ્ઞાની સમુયયજીવ અને મનુષ્ય એક જીવ આશ્રી કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ. બહુજીવ આશ્રી પ્રથમ પણ, અપ્રથમ પશુ, પરંતુ તેમાં ફેર એટલે કે સમુચ્ચય જ્ઞાનીમાં સિદ્ધ ભગવાન એક જીવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે. અપ્રથમ નથી. કેવળજ્ઞાની સમુચ્ચય જીવ મનુષ્ય અને સિદ્ધ એક જીવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. સમુચ્ચય અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની સમુચ્ચય જીવ ૨૪ દંડક વિર્ભાગજ્ઞાની સમુચ્ચય જીવ ૧૬ દંડક એક જીવ આશ્રી બહુજીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. ૧૦. ગદ્વાર :
ગૌતમ : હે ભગવન ! શું સગી જીવ પ્રથમ છે કે અપ્રથમ છે?
મહાવીર : હે ગૌતમ! સગી, કાયેગી સમુચ્ચય જીવ ૨૪ દંડક, મનગી સમુચ્ચય જીવ ૧૬ દંડક, વચનગી સમુચ્ચય જીવ ૧૬ દંડક, એક જીવ આશ્રી બહુ જીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. અયોગી છવ મનુષ્ય અને સિદ્ધ ભગવાને એક જીવ બહુજીવ પ્રથમ છે, અપ્રથમ નથી.