________________
૩૬૨
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ હે ભગવન્! એનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવમાં ત્રણ સમુદ્યાત કહ્યા છે. વેદના સમુઘાત, કષાય સમુદ્દઘાત અને મારણાંતિક સમુઘાત. જે જીવ મારણાંતિક સમુદ્દઘાત કરે છે તે < દેશસમુદ્દઘાત પણ કરે છે અને સર્વસમુઘાત પણ કરે છે. જે દેશસમુઘાત કરે છે તે પહેલા આહાર ત્યે છે અને પછી ઉત્પન્ન થાય છે. જે સર્વસમુદ્દઘાત કરે છે.તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ત્યે છે.
જે રીતે પહેલી નરકથી નીકળવાનું કહ્યું તે રીતે સાતે નરકનું કહેવું. સાતે નરક નીકળીને પૃથ્વીકાયિક જીવ બાર દેવક, નવરૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને ઈષ~ાભારા પૃથ્વી (સિદ્ધશિલા) આ પંદર સ્થાનમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય છે (૧પ૪૭=૧૦૫ અલાવા). અને એ ૧૫ સ્થાનમાંથી નીકળીને પૃથ્વીકાયિક જીવ સાત નરકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે. (૧૫*૭=૧૦૫ અલાવા). એ પ્રકારે બને મળીને ૨૧૦ અલાવા થયા. છતાં આહાર ન કરે. પણ જ્યારે આ ભવના ત્યાજ્ય શરીરે છેલ્લા આત્મપ્રદેશ છોડી દે પછી ભલે તે આત્મપ્રદેશ ઉત્પત્તિ સ્થાને પહોંચ્યા ન હોય તે પણ પ્રથમ નીકળીને નવા ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલા આત્મપ્રદેશે આહાર કરે અને હજી નહિ પહોંચેલા પાછળના (વાટે વહેતા) આત્મપ્રદેશને પણ તે આહાર પહોંચી જાય છે. તે અપેક્ષાથી “તે” જીવે ઉત્પન્ન થયા પહેલાં આહાર કર્યો એમ કહેવાય અને જે જીવના બધા આત્મપ્રદેશે સાથે જ પહોંચીને સાથે જ આહાર કરે તે અપેક્ષાએ તે જીવે ઉત્પન્ન થયા પછી આહાર કર્યો કહેવાય.
૮ મારણાંતિક સમઘાત કરતા જ્યારે જીવનું મૃત્યુ થાય છે ત્યારે તે ઇલિકાગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. એ સમયે જીવના કંઈક અંશ પૂર્વ શરીરમાં રહે છે અને કંઈક અંશ ઉત્પત્તિ સ્થાનમાં જાય છે અને દેશ સમુદ્દઘાત કહે છે.
જ્યારે જીવ મરણાંતિક સમુદ્દઘાતથી નિવૃત્ત થઈ પછી મૃત્યુને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વ આત્મ પ્રદેશને ખેંચીને દેડકાની ગતિની રીતે તેમ જ દડાની રીતે કુદીને ઊછળીને એકી સાથે ઉત્પત્તિ સ્થાનમાં જાય છે તેને સર્વ સમુદ્દઘાત કહે છે.