________________
૩૫૬
શ્રી ભગવત ઉપક્રમ તથા શ્વાસોશ્વાસાદિરૂપે ઉપસ્થિત થયેલા હોય છે, અર્થાત્ પુદ્ગલે હંમેશાં જીવાનુગામી રવભાવવાળા હેય છે, જે ક્ષેત્રમાં આવે છે ત્યાં જ પુદુગલેની ગતિ હોય છે, તેમ જ પુદ્ગલેને આશ્રીને એને અને પુદ્ગલેને ગતિ ધર્મ હોય છે.
૯૬ બેલ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૭. ઉ. ૨ ને અધિકાર
ગૌતમ: હે ભગવન! સંયત, વિપત (પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત) અને જેણે પાપકર્મનાં પચ્ચખાણ કર્યા છે એવા જીવ ધર્મ (ચારિત્ર ધર્મ)માં સ્થિત છે અને અસંયત, અવરિત તેમ જ પાપકર્મના પચ્ચખાણ ન કરવાવાળા જીવ અધર્મ (અવિરતિ)માં સ્થિત છે. તથા સંયતાસંયત જવ ધર્માધમ દેશવિરતિ)માં સ્થિત છે ?
મહાવીરઃ હા. ગૌતમ! સંયત વિરત જવ ધર્મમાં, અસંયત અવિરત જીવ અધર્મમાં અને સંતાસંયત જીવ ધર્માધર્મમાં સ્થિત છે.
ગૌતમ? હે ભગવન્ ! એમ આપ કયા કારણથી ફરમાવે છે?
મહાવીર ઃ હે ગૌતમ ! સંયત, વિરત અને જેણે પાપકર્મનાં પચ્ચખાણ કર્યા છે એવા જીવ ધર્મમાં રિત હોય છે. અર્થાત તે ધર્મને સ્વીકાર કરી પ્રવૃત્તિ કરે છે એટલે તે ધર્મમાં સ્થિત છે. અસં. યત, અવિરત અને પાપકર્મનાં પચ્ચખાણ ન કરવાવાળા જીવ અધર્મને સ્વીકાર કરી પ્રવૃત્તિ કરે છે. એટલે તે અધર્મમાં સ્થિત હોય છે. સંયતા સંયત જીવ ધર્માધર્મ (દેશવિરતિ)ને આશ્રય કરી પ્રવૃત્તિ કરે છે. એટલા માટે તે ધર્માધર્મ માં રિતિ હેય છે.
ગૌતમ: હે ભગવન્! કઈ જીવ ધર્મમાં, અધર્મમાં અને ધર્માધર્મમાં બેસી શકે છે ? યાવત્ સૂઈ શકે છે?
મહાવીર હે ગૌતમ! તે પ્રમાણે નથી. કોઈ પણ જીવ ધર્મમાં, અધર્મમાં અને ધર્માધર્મમાં બેસવા યાવત્ સૂવા સમર્થ નથી.