________________
૯૬ બેલ ભગવતી શ–૧૭. ઉં. ૨
૩પ૭ સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ભાંગા લાભે ૩, (૧) ધર્મ (૨) અધર્મ અને (૩) ધમધમ. તિર્યંચ પંચેંદ્રિયમાં ભાંગા લાભે ૨, (૧) અધર્મ અને (૨) ધર્માધર્મ. બાકી ૨૨ દંડકમાં ભાગ લાભ–૧ અધર્મ.
ગૌતમ : હે ભગવદ્ ! અન્યતીથિંક આ રીતે કહે છે, યાવત, પ્રરૂપણ કરે છે કે શ્રમણ પંડિત છે, શ્રમણોપાસક બાલપંડિત છે અને જે જીવના એક પણ જીવના વધની અવિરતિ છે તે “એકાંત બાલ છે. હે ભગવન્ ! અન્યતીથિકોનું એ કહેવું સત્ય છે ?
મહાવીર : હે ગૌતમ ! અન્યતીથિએનું એ કહેવું મિથ્યા છે. હું આ પ્રકારે કહું છું યાવત્ પ્રરૂપણ કરું છું કે શ્રમણ પંડિત છે, શ્રમણોપાસક “બાલપંડિત છે અને જે જીવે એક પણ જીવના વધની વિરતિ કરી છે તે “એકાંતબાલ” નહિ પરંતુ “બાલપંડિત” છે.
સમુચ્ચય જવ અને મનુષ્યમાં ભાંગા લાભે ૩, (૧) બાલ (૨) પંડિત (૩) બાલપંડિત. તિર્યંચ પંચેંદ્રિયમાં ભાંગા-લાભે ૨ (૧) બાલ, (૨) બાલપંડિત. બાકી ૨૨ દંડકમાં ભાગ લાભ-૧-બાલ.
ગૌતમ ઃ હે ભગવન ! અન્યતીર્થિક એ રીતે કહે છે યાવત પ્રરૂપણ કરે છે કે , પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય એ અઢાર પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ કરતા હતા જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. એ રીતે અઢાર પાપથી નિવૃત્તિ કરતે જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. આ પ્રકારે છે; ૪ બુદ્ધિ, ૪ મતિજ્ઞાનના ભેદ, ૫ ઉત્થાનાદિ,
@ જે જીવે એક જીવના વધને પણ ત્યાગ કર્યો છે તે એકાંતબાલ” કહેવાતા નથી. કેમકે એમાં “દેશવિરતિ” છે. એટલે તે એકાંતબાલ” નહિ પરંતુ “બાલપંડિત ” કહેવાય છે. “
O પ્રાણાતિપાતાદિ ક્રિયામાં પ્રવર્તમાન જીવ અર્થાત પ્રકૃતિ અને જીવાત્મા (પુરુષ) એ બન્ને પરસ્પર ભિન્ન છે. એ સાંખ્ય દર્શનનો મત છે. સાંખ્ય પ્રકૃતિને કર્તા અને પુરુષને અકર્તા અને ભોક્તા માને છે. - ઉપનિશ જીવ (અંતઃકરણ વિશિષ્ટ શૈતન્ય)ને કર્તા અને જીવાત્મા અર્થાત બ્રહ્મને અકર્તા માને છે. એના મતાનુસાર જીવ અને બ્રહ્મના ઔષધિક ભેદ છે.