________________
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ : હે ભગવન્ ! ભઠ્ઠીમાંથી લેઢાને સાણસીથી પકડી -
એરણ ઉપર રાખતા પુરુષને કેટલી ક્રિયા લાગે છે?
મહાવીર : હૈ ગૌતમ ! કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. એ રીતે જે જીવાના શરીરથી લેğ, સાણુસી, ઘણુ, હથેાડા, એરણુ, એરણનું લાકડું, ગરમ લેઢાને šંડું કરવાની કુંડી અને લુહારનું કારખાનું દુકાન બનેલ છે, એ સર્વ જીવાને પાંચ ક્રિયાએ લાગે છે.
ગૌતમ : હે ભગવન્ ! જીવ \ અધિકરણ છે કે અધિકરણી છે? મહાવીર : હૈ ગૌતમ! @ અવિરતિ (મમત્વ) પરિણામની અપેક્ષાએ જીવ અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે.
એ રીતે ૨૪ દંડકનું કહેવું.
ગૌતમ ઃ હે ભગવન્ ! જીવ
સાધિકરણી છે કે નિરધિકરણી છે ?
હિંસા આદિ પાપકના કારણભૂત પદાર્થાને અધિકરણ કહે છે. અધિકરણના બે ભેદ છે : આંતરિક અને બાહ્ય. ઈદ્રિયા આદિ આંતરિક અધિકરણ છે. હળ, કાદાળી, ધન, ધાન્ય, આદિ પરિગ્રહરૂપ વસ્તુએ બાહ્ય અધિકરણ્ છે. એ ખાદ્ય અને આંતરિક અધિકરણ જેના હાય તે અધિકરણી કહેવાય છે. એ માટે સશરીરી જીવતે શરીર આદિ હાવાથી અધિકરણી છે. અને શરીરાદિ અધિકરણથી કદાચ અભિન્ન હાવાથી અધિકરણ છે. અર્થાત્ સશરીરી જીવ અધિકરણ અને અધિકરણી બન્ને છે.
@ જે જીવ વિરતિવાળા હેાય છે, એના શરીરાદિ આંતરિક અને બાહ્ય પરિગ્રહરૂપ વસ્તુઓ હોવા છતાં પણ એના ઉપર મમત્વ ન હોવાના કારણે તે અધિકરણી કે અધિકરણ કહેવાતા નથી. જે જીવ અવિરતિવાળા છે એતે મમત્વ હાવાથી તે અધિકરણી કે અધિકરણ કહેવાય છે.
શરીરાદિ અધિકરણુ સહિત છત્ર સાધિકરણી કહેવાય છે. સ ંસારીજીવનું શરીર ઈંદ્રિયાદિરૂપ આંતરિક અધિકરણ તે હંમેશાં સાથે રહે છે. શસ્ત્રાદિ બાહ્ય અધિકરણ નિશ્ચિતરૂપથી હુંમેશાં સાથે હેાતા નથી, પરંતુ અવિરતિરૂપી મમત્વભાવ હંમેશા સાથે રહે છે. એટલે શસ્ત્રાદિ ખાદ્ય અધિકરણની અપેક્ષાએ પણ જીવ સાધિકરણી કહેવાય છે. સાધુ (સંયતિ) પુરુષામાં અવિરતિને અભાવ હોવાથી શરીરાદિ હાવા છતાં એનામાં સાધિકરણુપણું નથી.