________________
૩૪૬
શ્રી ભગવતી ઉ૫૫મ
સંસારી છે? સુલભધિ છે કે દુર્લભધિ છે? આરાધક છે કે વિરાધક છે? ચરમ છે કે અચરમ છે? – ૧ -
મહાવીર : હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યક્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ નથી. પરિત સંસારી છે, અનંત સંસારી નથી. સુલભધિ છે, દુર્લભધિ નથી. આરાધક છે, વિરાધક નથી. ચરમ છે, અચરમ નથી.
ગતમ: હે ભગવન ! એનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ! શક્રેન્દ્રજી બહુ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનાં હિત, સુખ, પથ્ય, કલ્યાણના ચાહવાવાળા છે, એટલે શક્રેન્દ્રજી ભવસિદ્ધિક છે. યાવત્ ચરમ છે. અચરમ નથી.
વેદના અને કર્મક્ષય શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬ ઉ. ૪ને અધિકાર " ગીતમઃ હે ભગવન ! નિત્યજી (અનવિના જેને ન ચાલે તે) શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે, તેટલું કર્મ નૈરયિક જીવે નરકમાં એક વરસે, અનેક વરસે કે સે વરસે ખપાવે?
મહાવીરઃ હે ગૌતમ! એ વાત બરાબર નથી.
ગૌતમ હે ભગવન ! ચતુર્થભકત (એક ઉપવાસ) કરનાર શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ અપાવે તેટલું કર્મ નૈરયિક જીવે નરકમાં સે વરસે, અનેક સે વરસે કે હજાર વરસે ખપાવે ?
મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરાબર નથી.
ગૌતમ બે ઉપવાસ કરનારે શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક હજાર વરસે, અનેક હજાર વસે કે એક લાખ વરસે અપાવે ?
મહાવીરઃ હે ગૌતમ! એ વાત બરોબર નથી.