________________
વેદના અને કર્મક્ષય ભગવતી -૧૬. ઉ-૪.
કંક૭
ગૌતમ ઃ હે ભગવન ! ત્રણ ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરેડ વરસે ખપાવે ?
મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરાબર નથી.
ગૌતમ: હે ભગવન ! ચાર ઉપવાસ કરનાર શ્રમણ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિક એક કરોડ વરસે, અનેક કરેડ વરસે કે કેટકેટી વરસે ખપાવે ?
મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરોબર નથી. ગૌતમ હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહે છે?
મહાવીર : હે ગૌતમ! કોઈ ઘરડો, જર્જરિત શરીરવાળો, ઢીલાં અને શિથિલ ગાત્રવાળે, પડી ગયેલા દાંતવાળે તથા ગરમી, તરસ, દુઃખ, ભૂખ, દુર્બળતા અને માનસિક કલેશવાળે પુરુષ મોટા કેશબ વૃક્ષની સૂકી, ગાંઠવાળી, ચીકણું, વાંકી અને નિરાધાર રહેલી ગંડેરી ઉપર બુઠ્ઠા કુહાડા વડે પ્રહાર કરે, તે ગમે તેટલા મેટા હુંકાર કરવા છતાં તેના મોટા મોટા કકડા પણ ન કરી શકે. તે પ્રમાણે નૈરયિકેએ પિતાનાં પાપકર્મો ગાઢ કર્યા છે તથા ચીકણું કર્યા છે, તેથી તેઓ અત્યંત વેદના અનુભવવા છતાં નિર્જરા અને નિર્વાણરૂપ ફળવાળા થતા નથી. પરંતુ કઈ તરુણ, બળવાન, મેધાવી અને નિપુણ કારીગર પુરુષ મોટા શીમળાની લીલી, જટા વિનાની. ગાંઠે વિનાની, ચિકાશ વિનાની સીધી અને આધારવાળી ગંડેરી ઉપર તીણ કુહાડા વડે પ્રહાર કરે તે તે પુરુષ મેટા મોટા હુંકાર ન કરવા છતાં મોટાં મોટાં ફડિયાં ફાડે છે. તે પ્રમાણે છે ગૌતમ ! શ્રમણ-નિર્ચએ પિતાનાં કમેને સ્થળ, શિથિલ તથા નિષ્ટિત કરેલાં છે. તેથી તે શીધ્ર જ નાશ પામે છે. અને તેઓ નિર્વાણરૂપી મહાફળવાળા થાય છે.