________________
૩૩૦
મા ભગવતી એકમ
પરંતુ એટલી વિશેષતા છે કે અવિગ્રહગતિ સમાપન્ન જે અગ્નિની વચ્ચે થઈને જાય છે તે બળે છે. મનુષ્ય અને તિર્યંચ પચેંદ્રિયમાં વિગ્રહગતિ સમાપન તે નારકીની રીતે કહેવા.
અવિગ્રહ સમાપનના બે ભેદ છેઃ અદ્ધિ પ્રાપ્ત (વેકિય લબ્ધિયુક્ત) અને અદ્ધિપ્રાપ્ત (વૈકિય લબ્ધિરહિત). વૈકિય લબ્ધિયુક્ત કઈ જાય છે, કઈ જતા નથી. જે જાય છે તે બળતા નથી. વૈક્રિય લબ્ધિ વિનાના કોઈ જાય છે, કેઈ જતા નથી. જે જાય છે તે મળે છે.
ગૌતમ ! હે ભગવન્! નારકીના નેરિયા કે અનુભવ કરે છે?
મહાવીર : હે ગૌતમ! દશ થાનકને (બેલ) અનુભવ કરે છેઃ (૧) અનિષ્ટશબ્દ, (૨) અનિષ્ટરૂપ, (૩) અનિષ્ટગંધ, (૪) અનિષ્ટ રસ, (૫) અનિષ્ટસ્પર્શ, (૬) જ અનિષ્ટગતિ, (૭) અનિષ્ટસ્થિતિ, (૮)
અનિષ્ટ લાવણ્ય, (૯) અનિષ્ટયશઃ કીર્તિ, (૧૦) અનિષ્ટ ઉથાન, કર્મ, બળ, વિર્ય, પુરુષાકાર પરાક્રમ.
ગૌતમ : હે ભગવન ! દેવતા કે અનુભવ કરે છે?
મહાવીર : હે ગૌતમ! દેવતા દશ સ્થાનક (બેલ)ને અનુભવ કરે છે? (૧) ઈષ્ટશબ્દ, (૨) ઈષ્ટરૂપ, (૩) ઇષ્ટગંધ, (૪) ઈન્ટરસ, (૫) ઈષ્ટસ્પર્શ
હોવાથી એનો અગ્નિની વચ્ચે થઈને જવાનો સંભવ છે, પરંતુ અહીં એની વિવક્ષા કરી નથી. અહીં સ્થાવરપણુની વિવલા છે. સ્થાવર જેવોમાં ગતિને અભાવ છે. વાયુ આદિની પ્રેરણાથી પૃથ્વી આદિનું અગ્નિની વચ્ચે જવાનો સંભવ છે, પરંતુ અહીં સ્વતંત્રતાપૂર્વક જવાની વિવક્ષા કરવામાં આવેલ છે. એકેંદ્રિય જીવ સ્થાવર હોવાથી સ્વતંત્રતાપૂર્વક તે અગ્નિની વચમાં થઈને જઈ શકતા નથી.
જ નારકી જીવોની અપ્રશસ્ત વિહાગતિરૂપ અથવા નરકગતિરૂ૫ અનિષ્ટ ગતિ હોય છે. નરકમાં રહેવારૂપી અથવા નરક આયુરૂપી અનિષ્ટ સ્થિતિ હોય છે. શરીરનું બેડેળપણું હોવાથી અનિષ્ટ લાવણ્ય હોય છે. અપયશ અને અપકીર્તિરૂપ અનિષ્ટ યશકીર્તિ હોય છે. વીર્યાનારાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ નારકી જીવોના ઉત્થાનાદિ વાર્ય વિશેષ અનિષ્ટ–નિંદિત હોય છે.