________________
અમિ ભગવતી શ. ૧૪. ઉ. ૫
૩૨૯
અગ્નિ શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪ ઉ. પને અધિકાર ગૌતમ ઃ હે ભગવન ! નેરિયા અગ્નિની વચ્ચે થઈને જાય છે?
મહાવીર : હે ગૌતમ ! કઈ જાય છે, કોઈ જતા નથી. ગૌતમ : હે ભગવન્! એનું કારણ શું?
મહાવીર : હે ગૌતમ! નેરિયા બે પ્રકારના છે વિગ્રહગતિ સમાપન્ન (વાટે વહેતાં) અને અવિગ્રહગતિ સમાપન્ન (પિતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચેલા). વિગ્રહગતિ સમાપન્ન અગ્નિની વચ્ચે થઈને જાય છે, પરંતુ બળતા નથી. < અવિરહગતિ સમાપન્ન નેરિયા અગ્નિની વચ્ચે થઈને જતા નથી .
જે રીતે નેરિયાનું કહ્યું એ રીતે અસુરકુમાર દેવેનું કહેવું. પરંતુ વિશેષતા એ છે કે, અવિગ્રહ સમાપન્ન પણ કઈ કઈ જાય છે , કોઈ કઈ જતા નથી. જે જાય છે તે બળતા નથી. (કેમકે વૈક્રિય શરીર સૂમ છે અને એની ગતિ અતિશીધ્ર છે).
એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું. પાંચ સ્થાવર] નારકીની રીતે કહેવા. ત્રણ વિકલૈંદ્રિય અસુરકુમાર દેવની માફક કહી દેવા,
< વિગ્રહગતિમાં ફક્ત તેજસ કાર્મણ એ બે શરીર હોય છે. એ બન્ને શરીર સૂક્ષ્મ હોવાથી બળતાં નથી.
@ નરકમાં બાદર અગ્નિકાય હોતા નથી.
_) જે અવિગ્રહગતિ સમાપન્ન અસુરકુમાર દેવ મનુષ્યલોકમાં આવે છે, તે અગ્નિકાયની વચ્ચે થઈને આવે છે, જે મનુષ્યલોકમાં આવતા નથી તે અગ્નિકાયની વચ્ચે થઈને આવો નથી, વચ્ચે થઈને આવે છે તે બળતા નથી કેમકે ક્રિય શરીર સૂક્ષ્મ હોય છે અને તેની ગતિ અતિશીઘ હોય છે. * ] વિગ્રહમતિમાં જતાં એકેદિય જીવ અગ્નિ વચ્ચે થઈને જાય છે. તે સૂક્ષ્મ હોવાથી અગ્નિમાં બળતા નથી. અવિગ્રહગતિ પ્રાપ્ત એકેંદ્રિય જીવ અગ્નિની વચ્ચે થઈને જતા નથી. કેમકે તે સ્થાવર છે. અગ્નિ અને વાયુની ગતિ ત્રસ