________________
ગૌતમને આશ્વાસન ભગવતી ૩ ૧૪ -૭.
૩૩૭ ગૌતમને આશ્વાસન તે સમયે ભગવાન રાજગૃહમાં પધાર્યા હતા. તે અરસામાં ગૌતમ સ્વામી પિતાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ખિન્ન રહેતા હતા. એટલે ધર્મકથા પૂરી થયા પછી લોકે વીખરાઈ ગયા બાદ મહાવીર સવામી ગૌતમને સંબોધીને કહેવા લાગ્યાઃ
હે ગૌતમ ! તમે મારી સાથે ઘણા કાળ સુધી નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તમે લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તમને મારી સાથે ઘણું લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ! તમે ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તમે ઘણા લાંબા કાળથી મને અનુસર્યા છે. હે ગૌતમ! તમે ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યાં છે. હે ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તમારી સાથે મારો સંબંધ છે. વધારે તે શું ? પણ મરણ પછી શરીરને નાશ થયા બાદ અહીંથી આવીને આપણે બન્ને સરખા, એક પ્રજનવાળા (એક સિદ્ધક્ષેત્રમાં રહેવાવાળા) તથા વિશેષતા અને ભેદરહિત (સિધ) થઈશું.
ગૌતમહે ભગવન ! આ વાત અનુત્તરૌપાતિક દેવે પણ જાણે છે અને જુએ છે?
મહાવીરઃ હે ગૌતમ ! તે દેએ અનંત મને દ્રવ્યની વર્ગણાઓને યરૂપ પ્રાપ્ત કરી છે તથા થાપ્ત કરી છે. તેથી તેઓ આ વાત જાણે છે અને જુએ છે.
શ્રમણ નિગ્રંથના સુખની તુલ્યતા ભગવતી સૂત્ર શ. ૧૪. ઉ.૯ને અધિકાર
ગૌતમ: હે ભગવન્! જે શ્રમણનિગ્રંથ આર્યપણે–પાપકર્મ રહિતપણે વિચરે છે, એનું સુખ કેવું છે? ૪૩