________________
છવ ઉન્માદ ભગવતી શ ૧૪ ઉ–.
૩૨૩
ઉન્માદ શ્રી ભગવતી સૂત્ર ૧૪ ઉ. ૨ ને અધિકાર ગૌતમ: હે ભગવન ! ઉન્માદ કેટલા પ્રકારના છે?
મહાવીર : હે ગૌતમ | ઉન્માદ બે પ્રકારના છે. યક્ષાવેશ ઉન્માદ અને એડનીય ઉન્માદ. જે સુખપૂર્વક વેદી શકાય છે અને સુખપૂર્વક છેડી શકાય છે તે યક્ષ આવેશ ઉન્માદ છે અને મોહનીય કર્મથી ઉદય આવેલ ઉન્માદ તે દુઃખપૂર્વક વેદાય છે અને દુખપૂર્વક છોડાય છે. નોંધ :
सर्वज्ञ मंत्रवाद्यडपि, यस्य न निवारणे शक्ताः मिथ्यामोहोन्मादः, सः केन किल कथ्यतां तुल्य
ટીકા શ્લોક સંદર્ભ : યક્ષાશને કારણે આવેલ ગાંડપણ (ઉન્માદ) કદાચ મંત્રવાદીના પ્રયોગથી નિવારી શકાય છે, પરંતુ મોહમુગ્ધ મનુષ્યને સંસારવાસનારૂપ જે ઉન્માદ આવે છે, તેને નિવારવા માટે સર્વજ્ઞ ભગવાન પણ મૃત અને ચારિત્રધર્મરૂપ (મંત્રી શકિતને શ્રોત વહેતો મૂકે તો પણ શ્રદ્ધા ન થવાને કારણે તેનો ઉન્માદ દૂર થતો નથી. માટે મોહાવેશથી આવેલ ગાંડપણની તુલના કરી શકાય તેમ જ નથી. | | ઉન્માદ- જેનાથી સ્પષ્ટ ચેતના એટલે કે વિજ્ઞાન નાશ થઈ જાય તેને ઉન્માદ કહે છે.
- યક્ષાવેશ ઉન્માદ- શરીરમાં યક્ષ પ્રવેશ કરવાથી જે ઉન્માદ થાય છે તેને યક્ષાવેશ ઉન્માદ કહે છે.
મોહનીય ઉન્માદ– મોહનીય કર્મના ઉદયથી આત્માને પારમાર્થિક સત્ય અસત્યને વિવેક નષ્ટ થઈ જાય છે અને મોહનીય ઉન્માદ કહે છે. એના બે ભેદ છે - મિથ્યાત્વ મોહનીય ઉન્માદ અને ચારિત્ર મેહનીય ઉન્માદ. મિથ્યાત્વ મોહનીય ઉન્માદથી જીવ અતત્ત્વને તત્ત્વ માને છે, અને તત્વને અતત્વ માને છે. ચારિત્ર મોહનીય ઉન્માદથી જીવ વિષયાદિના સ્વરૂપને જાણતા હતા પણ અજ્ઞાનીની રીતે એમાં પ્રવૃત્તિ કરે છે અથવા વેદ મોહનીયના ઉદયથી હિતાહિતનું ભાન ભૂલીને ઉન્મત્ત બની જાય છે.