________________
શ્રુત—શીલ અને આરાધના ભગવતી શ. ૮. ઉ, ૧૦.
૧૬૯
પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં ધર્મને જાણે છે. તે પુરુષ અંશતઃ વિરાધક છે. ત્રીજો પુરુષ શીલવાળા છે અને શ્રુતવાળા પશુ છે. તે (પાપથી) ઉપરત છે અને ધર્મને જાણે છે. તે સર્વાંગે આરાધક છે, અને જે ચાથા પુરુષ છે, તે શીલથી અને શ્રુતથી રહિત છે. તે પાપથી ઉપર ત નથી, અને ધર્મથી અજ્ઞાન છે. તે પુરુષ સર્વાં શે વિરાધક છે.
પ્રશ્ન : હું ભગવન્ ! આરાધના કેટલા પ્રકારની
છે ?
ઉત્તર : હું ગૌતમ ! આરાધના ત્રણ પ્રકારની છે. (૧)જ્ઞાનારાધના, (૨) દર્શનારાધના, (૩) ચારિત્રારાધના<. તે દરેકના પાછા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવા ત્રણ ત્રણ પ્રકાર છે, જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હાય તેને ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના હાય, જે જીવને ઉત્કૃષ્ટ દર્શાનારાધના હોય તેને ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ જ્ઞાનારાધના હાય.
તેવા જ સંબંધ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રા રાધનાના છે. જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તેને ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ચારિત્ર રાધના હેાય. તથા જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય, તેન અવશ્ય ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય.
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવેામાંથી કેટલાક તે ભવે જ સિદ્ધ થાય અને સ દુઃખાના નાશ કરે; કેટલાક બે ભવે સિદ્ધ થાય અને કેટલાક કલ્પે પપન્ન દેવલેાકમાં (૧૨મા દેવલાકમાં) અથવા કલ્પાતીત (← ત્રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન) દેવલેાકમાં ઉત્પન્ન થાય.
{} વિશેષ સમજણુ માટે જુમા પરિશિષ્ટ ન. ૨.
<જ્ઞાનારાધના એટલે યાગ્ય કાળે અધ્યયન, વિનય, તપ અને અનિમ્હવ તથા શબ્દભેદ, અભેદ કે ઉભયભેદ ન કરવા તે.
દનાચાર એટલે નિઃશકિતા, નિષ્ક્રાંક્ષિતા, નિવિચિકિત્સા, અમૂદ્રષ્ટિતા, સમાન ધી એના ગુગુમાં વૃદ્ધિ કરવી, તેમને સ્થિર કરવા, તેમના ઉપર વાત્સૠતા રાખવી, અને ધર્મપ્રચાર કરવા તે.
ચારિત્રાચાર એટલે પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ એ પ્રમાણે આઠ યોગા–વ્યાપારાથી યુક્ત રહેવું તે.
૨૨