________________
૨૧૦
શ્રી ભગવતી ઉપમા
મહાવીરઃ હે ગૌતમ!તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય; પણ મૃષા ન કહેવાય.
નેધ - પ્રશ્નકર્તાને અભિપ્રાય એ છે કે, “આશ્રય કરીશું વગેરે ભાષા ભવિષ્યકાળને લગતી છે, એટલે વચ્ચે અંતરાય આવતાં તેમ કરવાનું ન પણ બને, એટલે જૂહી પણ પડે. વળી, આમંત્રણ વગેરે ભાષાઓ વિધિ કે નિષેધ વડે સત્ય ષાની પેઠે વસ્તુમાં નિયત નથી; તે તેમને શું કહેવી ? જવાબમાં કહ્યું છે કે ભવિષ્યકાળમાં જે વસ્તુ કરવાની કહી હોય તે વર્તમાનકાળની દષ્ટિએ કશું નિશ્ચિત નથી કહેતી. ઉપરાંત, આમંત્રણ વગેરે ભાષા કશાને વિધિપ્રતિષેધ નથી કરતી, પરંતુ તે પણ નિર્દોષ પુરુષાર્થની સાધક છે.
ઉત્પલ કમલ ભગવતી શ. ૧૧ ઉ. ૧ ને અધિકાર ગૌતમ હે ભગવન્! ઉત્પલ એક જીવવાળું છે કે અનેક જીવવાળું છે?
મહાવીરઃ હે ગૌતમ! તે એક જીવવાળું છે. પણ અનેક જીવવાનું નથી. ત્યાર પછી જ્યારે તે ઉત્પલને બીજા જી-જીવાશ્રિત પાંદડાં વગેરે અવયવે ઊગે છે. ત્યારે તે ઉત્પલ એક જીવવાળું નથી. પણ અનેક જીવવાળું છે. (અર્થાત્ જ્યાં સુધી એક જ પાન હોય છે ત્યાં સુધી એક જ જવ હોય; પણ પછી પાન વધતાં જાય તેમ તેમ બહુ જ ત્યાં ઉત્પન્ન થાય) - - ગૌતમ : હે ભગવન્! તે છે કયાંથી આવીને ઊપજે છે?
મહાવીરઃ હે ગૌતમ! તે જીવે નૈરયિકથી આવીને ઊપજતા નથી. પણ તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઊપજે છે (દેવમાં પણ સનકુમાર અને તે ઉપરના લોકોમાંથી નહિ. વળી શાલી, ઘઉં, વગેરેના મૂળપણે દેવ કદી ઉત્પન્ન ન થાય, પણ પુપાદિ શુભ અંગમાં ઉત્પન્ન થાય). - ગૌતમ હે ભગવન્! તે જીવે ઉત્પલ જાતિમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ?
મહાવીરઃ ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કે અસંખ્યાત છે એક સમયમાં ઉત્પન્ન થાય, અને