________________
પ્રદેશ સ્પસના ભગવતી શ-૧૩. ઉ ૪.
૨૯૭
મહાવીર ઃ હે ગૌતમ ! જઘન્ય પદમાં એ સંખ્યાતા પ્રદેશને બે ગણું કરીને બે વધુ ભેળવવા. અને ઉત્કૃષ્ટ પદમાં એ સંખ્યાતા પ્રદેશને પાંચ ગણું કરીને બે વધુ ભેળવવા. એટલા પ્રદેશને સ્પર્શે છે. જે પ્રકારે ધર્માસ્તિકાયનું કહ્યું છે એ પ્રકારે અધર્માસ્તિકાયનું પણ કહેવું. પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશને આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે ? એની સંખ્યાતાને પાંચથી ગુણી ને એમાં બે ઉમેરવા એટલા પ્રદેશને સ્પર્શે છે. પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશને જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
અનંત પ્રદેશને સ્પર્શે છે. એ રીતે પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શે છે. પુદગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશને કેટલા અધા સમય સ્પર્શે છે? કદાચ સ્પર્શે છે, અને કદાચ સ્પર્શતા નથી. જે સ્પશે તે અવશ્ય અનંત અધા સમય સ્પર્શે છે.
ગૌતમ: હે ભગવન ! પુણલાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીર : હે ગૌતમ ! જઘન્ય પદમાં એની અસંખ્યાતાના બે ગણું કરી એમાં બે ઉમેરવા, એટલા પ્રદેશને સ્પર્શે છે. ઉત્કૃષ્ટ પદમાં એના અસંખ્યાતાને પાંચ ગણું કરી બે ઉમેરવા, એટલા પ્રદેશોને સ્પર્શે છે.
ગૌતમ : હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે?
મહાવીર : હે ગૌતમ! જેમ અસંખ્યાતાના કહ્યા છે તેમજ અનંતા માટે પણ કહેવું, આકાશાસ્તિકાયમાં] જઘન્ય કહેવા નહિ પરંતુ સર્વની જગ્યાએ ઉત્કૃષ્ટ કહેવા.
Oઅહીં એટલી વિશેષતા છે કે જેમ જઘન્ય પદમાં ઉપર અને નીચેના અવગાઢ પ્રદેશ કલ્પિત છે તેમ જ ઉત્કૃષ્ટ પદમાં પણ જાણવું. કેમકે અવગાહથી . વાસ્તવિક લોકમાં અનંત આકાશ પ્રદેશ હોતા નથી, પરંતુ અસંખ્યાતા જ હોય છે. (ટીકા)
આકાશાસ્તિકાયનું-જઘન્યપદ હેતું નથી, ઉત્કૃષ્ટપદ હોય છે કેમકે આકાશાસ્તિકાય સર્વ જગાએ વિદ્યમાન છે. ૨૮