________________
૩૧૮
શ્રી ભગવતી ઉપકામ ગૌતમ હે ભગવન ! આત્યંતિક મરણના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! આત્યંતિક મરણના પાંચ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ. એ પાંચેના ચાર ગતિની અપેક્ષાથી ચાર ચાર ભેદ કહેવા.
ગૌતમઃ હે ભગવન ! બાલમરણના કેટલા ભેદ છે?
મહાવીર હે ગૌતમ ! બાલમરણના બાર ભેદ છે.–(૧) વલયમરણ -તીવ્ર ભૂખ, તરસથી તરફડીને મરે છે, અથવા સંયમથી ભ્રષ્ટ પ્રાણીનું મરણ વલય મરણ કહેવાય છે. (૨) વશર્તમરણ-ઈદ્ધિને વશ થયેલ દુઃખી પ્રાણને મરણને વશાર્તા મરણ કહેવાય છે. (૩) અંતઃશલ્ય મરણ એના બે ભેદ છે. દ્રવ્ય અને ભાવ. શરીરમાં બાણ આદિ ઘૂસી જવાથી અને તેને પાછું ન કાઢવાથી જે મરણ થાય તેને દ્રવ્ય અંતઃશલ્ય મરણ કહે છે. અતિચારરૂપ આંતરિકશલ્યની શુદ્ધિ કર્યા વિના જે મરણ થાય છે અને ભાવ અંતઃશલ્ય મરણ કહે છે. (૮) તદ્દભવ મરણ–મનુષ્ય અને તિર્યંચના શરીરને છેડીને ફરી મનુષ્ય અને તિર્યંચના શરીરને પ્રાપ્ત કરે – તે તદ્ભવ મરણ કહેવાય છે. (૫) ગિરિ પતન મરણપર્વત પરથી પડીને મરે તેને ગિરિ પતન મરણ કહે છે. (૬) તરુપતન મરણ –વૃક્ષ આદિ પર ચડીને પડી મરે તેને તરુપતન મરણ કહે છે. (૭) જલ પ્રવેશમરણ-પાણીમાં ડૂબીને મરે તેને જ પ્રવેશ મરણ કહે છે. (૮) જવલન પ્રવેશ મરણ-અગ્નિમાં બળી મરે તેને અગ્નિપ્રવેશ મરણ કહે છે. (૯) વિષભક્ષણ મરણ-ઝેર ખાઈ મરે તેને વિષભક્ષણ મરણ કહે છે. (૧૦) સત્યેવાડણ (શસ્ત્રાવપાટન) મરણ-છરી તલવાર આદિ શસ્ત્રથી મારે તેને શસ્ત્રાવપાટન મરણ કહે છે. (૧૧) વહાણસ વૈહાસ) મરણ–ગળામાં ફાંસી લગાડી, વૃક્ષ આદિની ડાળી પર લટકી મારે તેને
< તદ્દભવમરણ-મનુષ્ય અને તિર્યંચમાં જ થાય છે. પરંતુ દેવ અને નારકી જીવોમાં થતા નથી. કેમ કે મનુષ્ય મરીને ફરી મનુષ્ય થઈ શકે છે, અને તિર્યંચ મરી ફરી તિર્યંચ થઈ શકે છે, પરંતુ દેવ મરીને ફરી દેવ થઈ શકતા નથી. અને નૈરયિક ભરીને ફરી નૈરયિક થઈ શકતા નથી.