________________
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીર હે ગૌતમ ! જેની સાથે સંબંધ હોવા પહેલાં (પુદ્ગલ ગ્રહણ કર્યા પહેલાં) પણ કાયા હોય છે. પુદ્ગલ ગ્રહણ કરતી વખતે પણું કાયા હોય છે અને પુદ્ગલ ગ્રહણ કર્યા પછી પણ કાયા હોય છે.
ગૌતમ ઃ હે ભગવન્! જેની સાથે સંબંધ થતા પહેલાં (પુદ્ગલ ગ્રહણ કર્યા પહેલાં) કાયા ભેદાય છે? કે પુદ્ગલ ગ્રહણ કરતી, વખતે કાયા ભેદાય છે કે પુદ્ગલ ગ્રહણ કર્યા પછી કાયા ભેદાય છે? - મહાવીરઃ હે ગૌતમ! જીવની સાથે સંબંધ હોવા અગાઉ પણું કાયા ભેદાય છે. પુદ્ગલ ગ્રહણ કરતી વખતે પણ કાયા ભેદાય છે. અને પુદ્ગલ ગ્રહણ કર્યા પછી પણ કાયા ભેદાય છે.
ગૌતમ હે ભગવન્ ! કાયા (ગ) કેટલા પ્રકારની છે ?
મહાવીર હે ગૌતમ! કાયા સાત પ્રકારની છે દારિક, દારિકમિશ્રવૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્પણ
પાંચ મરણ શ્રી ભગતી સૂત્ર શ. ૧૩ ઉ. ૭ને અધિકાર
ગૌતમ : હે ભગવન ! મરણ કેટલા પ્રકારનાં છે?
મહાવીરઃ હે ગતમ! મરણ પાંચ પ્રકારનાં છે- (૧)] આવાચિક મરણ. (૨) અવધિમરણ. (૩) આત્યંતિક મરણ. (૪) બાલમરણ. (૫) પંડિતમરણ
ગૌતમ હે ભગવન ! આવીચિક મરણના કેટલા લે છે?
મહાવીરઃ ગૌતમ! આવાચિક મરણના પાંચ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ.