________________
શ્રી ભગવતી ઉપામે મહાવીરઃ હે ગૌતમ! અનંતા પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયનું પણ કહેવું.
ગૌતમ હે ભગવન્! કાળ કાળના કેટલા સમયને અવગાહે છે? મહાવીર હે ગૌતમ ! એક પણ અવગાહત નથી.
જીવ અવગાઢાદિ દ્વાર ૧ જીવાવગાઢદ્વારઃ
ગૌતમ: હે ભગવન ! જ્યાં પૃથ્વીકાયિક એક જીવ રહ્યો છે ત્યાં બીજા પૃથ્વીકાયિક જીવ કેટલા રહે છે?
મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા રહેલા છે. ગૌતમ: હે ભગવન! ત્યાં અપકાયના કેટલા જીવ રહેલા છે?
મહાવીરઃ હે ગતમ! અસંખ્યાતા રહેલા છે. એ રીતે તેઉકાયનાના પણ અસંખ્યાતા અને વાયુકાયના પણ અસંખ્યાતા જીવ રહે છે. વનસ્પતિકાયના અનંતા જીવ રહેલા છે.
* જે રીતે પૃથ્વીકાયિકનું કહ્યું એ રીતે અપકાય, તેઉવાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ કહેવા. @ એ પાંચ સ્થાવરના ૨૫ અલાવા થયા. ૨ અસ્તિકાયનિષદનદ્વાર :
ગતમઃ હે ભગવાન! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં શું કઈ જીવ બેસવા, ઊભા રહેવા, સૂવા, ચાલવામાં સમર્થ છે?
@ પૃથ્વીકાય, અપકાય, તેઉપકાય અને વાયુકાય એ ચાર સ્થાવરોના સ્વસ્થાન અને પરસ્થાનમાં “અસંખ્યાતા' કહેવા. અને વનસ્પતિના સ્વસ્થાન અને પરસ્થાનમાં અનંતા કહેવા.