________________
૩
શ્રી ભગવતી ઉપક્રમ સ્તિકાયના અનંત પ્રદેશને સ્પર્શે છે. અનંતાઅનંત તે સમયને સ્પર્શે છે.
લેકાંતમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ દ્રવ્યની ત્રણ દિશામાં અલેક આવી જાય છે. એમાં જઘન્ય સ્પર્શનાનું વર્ણન એ અપેક્ષાથી જાણવું.
ગૌતમ? હે ભગવન ! ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે? -
મહાવીરઃ હે ગૌતમ! એક પણ પ્રદેશ સ્પર્શતું નથી ?
ગૌતમ? હે ભગવન ! ધર્માસ્તિકાય અધર્મારિતકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોને સ્પર્શે છે. એ રીતે આકાશાસ્તિકાયનું કહેવું.
ગૌતમ: હે ભગવન! ધર્માસ્તિકાય છવારિતકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
મહાવીરઃ હે ગૌતમ! અનંતા પ્રદેશોને સ્પર્શે છે. એ રીતે પુદગલાસ્તિકાયનું કહેવું.
ગૌતમ? હે ભગવન ! ધર્માસ્તિકાય કાળના કેટલા સમયને સ્પર્શે છે?
મહાવીરઃ હે ગૌતમ! કદાચ સ્પર્શે છે, કદાચ સ્પર્શતા નથી. જે સ્પર્શે છે તે અવશ્ય તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે.
જે રીતે ધર્માસ્તિકાયનું કહ્યું એ રીતે અધર્માસ્તિકાયનું પણ કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. અધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શતા નથી.
Oઅદ્ધાસમય વિશિષ્ટ પરમાણુ દ્રવ્યને અદ્ધાસમય કહે છે. તે એક અદ્ધાસમય પુદ્ગલાસ્તિકાયનો અનંત પ્રદેશનો અને અનંત અદ્ધાસમય (અદ્ધાસમય વિશિષ્ટ અનંત પરમાણુઓને) સ્પર્શે છે. - ૪ સંપૂર્ણ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શતા નથી કેમ કે બીજી ધરિતકાય નથી.