________________
પ્રદેશ સ્પર્શના ભગવતી શ. ૧૩ ઉ. ૪
ગૌતમ? હે ભગવન ! જીવાસ્તિકાયને એક પ્રદેશ જવાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે ?
મહાવીરઃ હે ગૌતમ! અનંત પ્રદેશને અવગાહે છે.
ગૌતમ : હે ભગવન ! જીવાસ્તિકાયને એક પ્રદેશ પુદગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે ?
મહાવીરઃ હે મૈતમ! અનંત પ્રદેશને અવગાહે છે.
ગૌતમ. હે ભગવન્! જીવાસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમય અવગાહે છે?
મહાવીર : હે ગૌતમ! કદાચ અવગહે છે. અને કદાચ અવગાહતા નથી. જે અવગાહે તે અનંત સમયને અવગાહે છે.
ગૌતમ? હે ભગવન! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ ધમતિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીર : હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. એ રીતે અધમરિતકાય અને આકાશાસ્તિકાયનું કહેવું.
ગૌતમ? હે ભગવન! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ જવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીર ઃ હે મૈતમ! અનંત પ્રદેશોને અવગાહે છે.
ગૌતમ ઃ હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે?
મહાવીર ઃ હે ગૌતમ ! અનંત પ્રદેશોને અવગાહ છે.
ગૌતમ: હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયને અવગાહે છે?
મહાવીર : હે ગૌતમ! કદાચ અવગાડે છે અને કદાચ અવગાહતા નથી. જે અવગાહે તે અનંત સમયને અવગાહે છે. "
ૌતમ : હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાહે છે?