________________
નર કલેક આદિ ભગવતી શ. ૧૩ ઉ–૪.
* ૨૮૯ ચાર વિદિશાઓ રુચક પ્રદેશેથી નીકળી છે. રુચક પ્રદેશથી એની શરૂઆત છે. તે પ્રારંભમાં એક પ્રદેશવાળી છે. અને ફરી આગળમાં ઉતરેત્તર વૃદ્ધિરહિત લોક–અલાક સુધી ચાલી ગઈ છે [ગયેલી છે. લેક અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ છે. આદિ અંત સહિત છે. અલોક અપેક્ષાએ અનંતપ્રદેશ છે. આદિ સહિત અનંત છે. તૂટેલી મેતીની માળાના આકારે છે.
વિમળા [ઊંચી દિશા તમા નીચી દિશા સુચક પ્રદેશથી નીકળી છે. સુચક પ્રદેશથી એને પ્રારંભ છે. આદિમાં એ ચાર પ્રદેશી છે. બે પ્રદેશની પહેલી છે. ઉત્તરોત્તર વૃદ્ધિરહિત લેક-અલેક સુધી ચાલી ગઈ છે [ગયેલી છે. લેક અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ અને આદિ-અંત સહિત છે. અલેક અપેક્ષાએ અનંત પ્રદેશી અને સારુ અનંત છે. એ રૂચક પ્રદેશના આકારવાળી છે. ૭. અસ્તિકાયપ્રવર્તનાદ્વાર
ગીતમઃ હે ભગવન્! લેક શું છે?
મહાવીરઃ હે ગૌતમ! લેક પંચાસ્તિકાય રૂપ છે. ધર્માસ્તિકાય ગતિલક્ષણ છે. જેનું ગમનાગમન, ભાષા, નેત્ર ઉઘાડવાં, મન-વચન-કાયેગમાં સહાયક છે. એ પ્રકારે બીજા પણ જે ગમનશીલ પદાર્થ છે તે સર્વ ધર્માસ્તિકાયથી પ્રવૃત્તિ કરે છે. અધર્માસ્વિકાર્ય સ્થિતિ લક્ષણ છે. જેને ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, મન રિથર કરવામાં સહાયક છે. એ પ્રકારે, બીજા પણ જે પદાર્થ છે તે સર્વ અધર્માસ્તિકાયથી સ્થિર થાય છે. આકાશાસ્તિકાય અવગાહના લક્ષણ છે. જેને માટે અને અને માટે આશ્રયરૂપ છે. આવા સ્તિકાય ઉપગ લક્ષણ છે. જ્ઞાન અને દર્શન ઉપગરૂપ છે. પુદ્ગલાસ્તિકાય ગ્રહણું લક્ષણ છે. એનાથી જીવેનાં ઈદ્રિય, શરીર આદિ બને છે.