________________
૨હેરે
ભગવતી ઉપક મહાવીરઃ હે ગૌતમ ! અધમસ્તિકાયના એક પ્રદેશને અધમસ્તિકાયના જઘન્ય ૩, ઉત્કૃષ્ટ પ્રદેશને સ્પર્શે છે. આકાશાસ્તિકાયથી લઈ કાળ સુધી ધર્માસ્તિકાયની માફક કહેવું.
ગૌતમ: હે ભગવન્આકાશાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે?
મહાવીરઃ હે ગૌતમ! કદાચ સ્પર્શે છે (લેક અપેક્ષાએ કદાચ સ્પર્શતા નથી [અલેક અપેક્ષાએ. જે સ્પર્શે તે જઘન્યજી એક-બે–ત્રણ-ચાર અને ઉત્કૃષ્ટ સાત પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાયનું પણ કહેવું.
ગૌતમઃ અહે ભગવન ! આકાશાસ્તિકાયના એક પ્રદેશને આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે?
મહાવીરઃ હે ગૌતમ! છ પ્રદેશને સ્પર્શ છે.
@ આકાશાસ્તિકાયને એક પ્રદેશ લેકમાં રહેલ ધર્માસ્તિકાયના પ્રદેશને પશે છે અને અલકમાં ધર્માસ્તિકાય નહિ હેવાથી સ્પર્શતા નથી જે સ્પર્શે છે તે જઘન્ય ૫દમાં-(૧) લેકાંતમાં રહેલ ધર્માસ્તિકાયના એક પ્રદેશને સ્પર્શે છે. (૨) વક્રગતિ આકાશ પ્રદેશ ધર્માસ્તિકાયના બે પ્રદેશને સ્પર્શે છે. (૩) આકાશાસ્તિકાયના પ્રદેશની સાથે રહેલા પ્રદેશ અને એક પાસેનો પ્રદેશ અને એક ઉપર અગર નીચે પ્રદેશ એ પ્રમાણે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશને સ્પર્શે છે. (૪) લોકાંતના ખૂણામાં રહેલા આકાશ પ્રદેશ તે તદાશ્રિત પ્રદેશ, ઉપરનો પ્રદેશ યા નીચેનો પ્રદેશ અને બે દિશાઓમાં રહેલ બે પ્રદેશ એ પ્રકારે ધર્માસ્તિકાયને ચાર પ્રદેશને સ્પર્શ છે. (૫) જે આકાશ પ્રદેશ ઉપરના નીચેના અને બે દિશાઓમાં રહેલા બે પ્રદેશને તથા ત્યાં રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શે છે તે પાંચ પ્રદેશને સ્પર્શે છે. (૬) જે આકાશ પ્રદેશ ઉપરના નીચેના અને ત્રણ દિશાના તથા ત્યાં પર રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શે છે તે છે પ્રદેશને સ્પર્શે છે. (૭) જે આકાશ પ્રદેશ ઉપરના, નીચેના, ચાર દિશાઓના તથા તે પર રહેલ ધર્માસ્તિકાયના પ્રદેશને સ્પર્શે છે તે સાત પ્રદેશને સ્પર્શે છે. ' 'જે પ્રકારે ધર્માસ્તિકાયના કહ્યા તે પ્રકારે અધર્માસ્તિકાયના કહેવા.