________________
|
|
શ્રી ભગવતી ઉપામે.
કાય અને અધમસ્તિકાયના જઘન્ય -૬ પ્રદેશને ઉત્કૃષ્ટ ૧૨-૧૨ પ્રદેશને સ્પર્શ છે. પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશને અકાશાસ્તિકાયના ૧૨ પ્રદેશને સ્પર્શ છે. પુદગલાસ્તિકાયના બે પ્રદેશને જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશને પશે છે. પુલાસ્તિકાયના બે પ્રદેશને કાળને કદાચ સ્પર્શ છે અને કદાચ સપર્શ નથી. જે સ્પર્શ છે તે અવશ્ય અનંત સમયને સ્પર્શ છે.
@અહીં ચૂર્ણિકારનો મત આ પ્રકારે છે–લેકાંતમાં બે પ્રદેશની સ્કંધ એક પ્રદેશોની ઉપર અવગાહના કરીને રહેલ છે તે પણ એ પ્રદેશને પ્રતિદ્રવ્યની અવગાહના હોય છે.” એ નિયમની વિવેક્ષાથી અવગાહેલ પ્રદેશ એક હોવા છતાં પણ ભિન્ન માનવાથી એને બે પ્રદેશનો સ્પર્શ છે તથા એના ઉપરના અથવા નીચેના જે પ્રદેશ છે તે પણ નયના મતથી બે પ્રદેશને સ્પર્શે છે અને પાસેના બે પરમાણુ એક એક પ્રદેશને સ્પર્શે છે. એ રીતે ધર્માસ્તિકાયના છ પ્રદેશને ક્રિપ્રદેશ સ્કંધ સ્પર્શે છે. જે જ્યના મતને આશ્રય ન લેવાય તે દિપ્રદેશી સ્કંધ ચાર પ્રદેશને સ્પર્શે છે.
અહીં પર જે બે બિંદુ લાગેલ છે અને બે પરમાણુ (દ્રિપ્રદેશી]સમજવા. એમાંથી એક તરફને પરમાણુ આ તરફના ધર્માસ્તિકાયના પ્રદેશોને સ્પર્શે છે. બીજી તરફનો પરમાણુ બીજી તરફના ધર્માસ્તિકાય પ્રદેશને સ્પર્શે છે. એ બે પ્રદેશ થયા. જે બે પ્રદેશોમાં બે પરમાણુ સ્થાપિત કર્યા છે એની આગળના બે પ્રદેશોને સ્પર્શે છે. એ ચાર પ્રદેશ થયા. બે અવગાહલ પ્રદેશને સ્પર્શે છે. એ • પ્રકારે છ પ્રદેશને સ્પશે છે.
- દિપ્રદેશાવગાઢ હોવાથી અવગાહનાના બે પ્રદેશ ઉપરના અને બે પ્રદેશ નીચેના એ સર્વ મળી ૧૨ પ્રદેશ થયા. એ ઉત્કૃષ્ટ ૧૨ પ્રદેશને સ્પર્શે છે.