________________
બઇ
ઇ
નરકક આદિ ભગવતી શ. ૧૩. ઉ. ૪
२८७ મહાવીર : હે ગૌતમ ! તે ન રકી જીવ ત્યાંની પૃથ્વીને અનિષ્ટ યાવત્ અમનેઝ સ્પર્શ અનુભવે છે. આ રીતે તે જીવ ત્યાંના પાણીd યાવત્ વનસ્પતિકાયને પણું અનિષ્ટ યાવત્ અમનેઝ સ્પર્શ અનુભવે છે. ૩. પ્રણિધિદ્વાર
ગૌતમ ઃ અહે ભગવન! સાત નરકની મોટાઈ, પહેલાઈ કેટલી છે? * મહાવીરઃ હે ગૌતમ! પહેલી નરક બીજી નરકની અપેક્ષાએ જાડાઈમાં મોટી છે અને ચારે દિશાઓમાં લંબાઈ, પહેળાઈમાં નાની છે. એ રીતે, બીજી નરક ત્રીજી નરકથી જાડાઈમાં મોટી છે અને ચારે દિશાઓમાં લંબાઈ, પહોળાઈમાં નાની છે. આ રીતે સાતમી નરક સુધી કહેવું. ૪. નિરયાત દ્વાર
ગૌતમ? અહો ભગવદ્ ! નરકાવાસેના આસપાસ જે પૃથી. કાયિક યાવત્ વનસ્પતિકાયિક જીવ છે તે કેવા કર્મવાળા યાવત્ કેવી વેદનાવાળા છે?
મહાવીરઃ હે ગૌતમ! તે જીવ મહાકર્મ, મહાકિયા, મહાઆશ્રવ અને મહાદનાવાળા છે.
7 અહીં “યાવત' શબ્દથી તેજસ્કાય અને વાયુકાયને ગ્રહણ કર્યા છે. બાદર તૈજસકાય ફક્ત અઢીદ્વીપમાં હોય છે, એટલે નરકમાં બાદર તેજસ્કાય હતી નથી. પરંતુ ત્યાં અગ્નિના સમાન અન્ય ઉષ્ણ વસ્તુ હોય છે. એટલે નરકનો જીવ તૈજસ્કાયના સ્પર્શને અનુભવ કરે છે.
ડર પહેલી નરક જાડાઈમાં એક લાખ એંશી હજાર યોજન પ્રમાણે છે અને બીજી નરક જાડાઈમાં એક લાખ બત્રીસ હજાર યોજન પ્રમાણ છે. પહેલી નરક લંબાઈ અને પહોળાઈમાં એક રાજ પ્રમાણ છે, એટલે નાની છે. અને બીજી નરક એનાથી અધિક પ્રમાણુવાળી છે. (અઢી રાજની લાંબી-પહોળી છે). ત્રીજી નરક ૪ રાજની લાંબી પહોળી છે. ચોથી નરક ૫ રાજની લાંબી પહાળી છે. પાંચમી નરક ૬ રાજની લાંબી પહોળી છે. છઠ્ઠી નરક ૬ રાજની લાંબી પહોળી છે. સાતમી નરક ૭ રાજની લાંબી પહોળી છે.
*.