________________
૨૬૯
આત્મસ્મ આદિ વિષે ભગવતી શ. ૧૨ ઉ. ૧૦
મહાવીરઃ હે ગૌતમ ! નરયિકને આત્મા અવશ્ય દર્શનરૂપ છે. અને તેઓનું દર્શન પણ અવશ્ય આત્મા છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકે સુધી ચોવીસ દંડકે નિરંતર કહેવા.
ગૌતમ : હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વી આત્મા–સસ્વરૂપ છે. કે અન્ય-અસસ્વરૂપ રત્નપ્રભાપૃથ્વી છે ?
મહાવીરઃ હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી (૧) કથંચિત્ આત્મા છે સરૂપ છે. (૨) કથંચિત્ ને આત્મા @ અસરૂપ પણ છે. અને (૩) સદ્દરૂપે અને અસરૂપે (ઉભયથા) કથંચિત્ અવક્તવ્ય @ કહેવાને અશક્ય છે.
ગૌતમ ઃ હે ભગવન ! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે રત્નપ્રભાપૃથ્વીd કથંચિત્ આત્મા–સરૂપ છે, કથંચિત્ ને આત્મા અસદુરૂપ છે, અને સદ્ અને અસદુ-એ ઉભયરૂપે કથંચિત્ અવકતવ્ય છે?”
મહાવીર : હે ગૌતમ! રતનપ્રભાપૃથ્વી પિતાના આદેશથીસ્વરૂપથી આત્મા–વિદ્યમાન છે. પરના આદેશથી–પરરૂપે વિવક્ષાથી ને આત્મા અવિદ્યમાન છે, અને ઉભયના આદેશથી–સ્વ અને પરની વિવક્ષાથી આત્મા
@ જુદી અપેક્ષાએ આત્માના ત્રણ પ્રકાર છે, જે નીચે પ્રમાણે છે.
આત્મા : જે પોતાની પર્યાની અપેક્ષાએ સસ્વરૂપ (વિદ્યમાન) હોય તે આત્મા.
આત્મા : જે પરપર્યાની અપેક્ષાએ અસસ્વરૂપ (અવિદ્યમાન) હોય તે નોઆત્મા. અવકતવ્ય : જે સ્વર્યાની અપેક્ષાથી સસ્વરૂપ (વિદ્યમાન) છે અને પરપર્યાયની અપેક્ષાથી અસલ્વરૂપ (અવિદ્યમાન છે એવી મિશ્ર
અવરથા જે શબ્દથી અવાચ્ય છે તે અવકતવ્ય.
7 રત્નપ્રભા પૃથ્વી પોતાના વર્ણાદિ પર્યાય વડે આત્મા–સરૂપ છે, પરવસ્તુના પર્યાય વડે આત્મા–અસરૂપ છે, અને સ્વપરના પર્યાય વડે આત્માસ્વરૂપ કે અનાત્મસ્વરૂપ એ બંને પ્રકારે કહેવાને અશકય છે. એ પ્રમાણે પરમાણુ સુધી ત્રણ ભાંગા થાય છે.